ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. બીજા તબક્કા માટે ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતની 93 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધી સરેરાશ 58.38 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ મતદાન સાબરકાંઠામાં જિલ્લામાં 65.84 ટકા અને સૌથી ઓછું મતદાન અમદાવાદ જિલ્લામાં 53.16 ટકા નોંધાયું છે. ઓછું મતદાન થતા રાજકીય પક્ષો ચિંતામાં મુકાયા છે.
ગુજરાત વિધાનસભાની સૌથી વધુ બેઠક અમદાવાદ જિલ્લામાં છે. તેમાંથી અમદાવાદ જિલ્લામાં કુલ 21 વિધાનસભા બેઠક છે. અમદાવાદ જિલ્લામાં 53.16 ટકા નોંધાયું છે ગત ચૂંટણી કરતાં આ વખતે ઓછું મતદાન થયું છે.
અમદાવાદ જીલ્લામાં સાજે 5 વાગ્યા સુધી 53.16 ટકા જ મતદાન નોંધાયું હતું. બેઠક વાર મતદાનની ટકાવારી જોઈએ તો અમરાઈવાડી- 49.68, અસારવા-45.40, બાપુનગર-54.96, દાણીલીમડા-55.39, દરિયાપુર-47.14, દસક્રોઈ-64.44, ધંધુકા-54.13, ધોળકા-57.00, એલિસબ્રીજ-53.54, ઘાટલોડિયા-55.04, જમાલપુર ખાડીયા-53.11, મણિનગર-53.08, નારણપુરા-56.53, નરોડા-45.25, નિકોલ-54.28, સાબરમતિ-49.16, સાણંદ-58.33, ઠક્કરબપા નગ- 49.36, વટવા – 52.54, વેજલપુર – 50.23, વિરમગામ – 60.3.
બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતા ગુજરાતની જનતાનું 5 વર્ષ માટેનું ભાવી EVMમાં કેદ થઇ ગયું છે.
બીજા તબક્કામાં સરેરાશ 58.38 ટકા મતદાન, અમદાવાદ જીલ્લામાં સૌથી ઓછું મતદાન
RELATED ARTICLES