મુંબઈઃ બોલીવૂડની અભિનેત્રીઓ વ્યક્તિગત લાઈફની વાતો શેર કરીને હંમેશાં ચર્ચામાં રહે છે, જેમાં મોડલના નામ પણ બાકાત રહ્યા નથી. ગયા અઠવાડિયે, બોલીવૂડ અભિનેત્રી તેના એક ચાહકથી ગુસ્સે થઈ ગઈ હતી જ્યારે તે ફોટો શૂટ માટે તેની નજીક આવ્યો હતો અને સેલ્ફી લેતી વખતે તેની કમર પર હાથ મૂક્યો હતો, ત્યારબાદ આહાના કુમરાએ તરત જ તેને અટકાવ્યો હતો કહ્યું હતું કે ડોન્ટ ટચ મી. આ ઘટના મુંબઈની છે. જેમાં આહાના એક કાર્યક્રમમાં હાજરી આપવા આવી હતી, પરંતુ આ ફેન્સે તેનો મૂડ બગાડ્યો હતો. જ્યારે આહાના આરામથી ચાહકો સાથે તસવીરો ક્લિક કરી રહી હતી. ત્યાં હાજર ફોટોગ્રાફરો અને વિડીયોગ્રાફરોએ આ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી. આહાનાએ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ પણ થયો હતો. આ પછી ઘણા લોકોએ આહાનાના સમર્થનમાં વાત કરી અને કહ્યું હતું કે કોઈપણ ફેન્સને કોઈ પણ સેલિબ્રિટીને સ્પર્શ કરવાનો અધિકાર નથી.
આહાનાએ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને તે તેને ભૂલી નથી. આ જ કારણ છે કે રવિવારે તેણે સોશિયલ મીડિયા પર તેને એક બિકિનીની તસવીર શેર કરી હતી અને ચાહકોને કહ્યું હતું કે આ તસવીર જુઓ, પરંતુ તેને સ્પર્શશો નહીં. ફોટો માટે પોઝ આપતી વખતે તેના ચાહકે તેની કમર પર હાથ મૂક્યો ત્યારે ગુસ્સે થઈ ગયેલી આહાનાએ ફરી એકવાર બધાને યાદ અપાવી હતી કે લુક બટ ડોન્ટ ટચ. આ સાથે તેણે દરેકને સલામત અંતર રાખવાની ચેતવણી પણ આપી હતી. આહનાએ આ ફોટો તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. ફોટોમાં તે એનિમલ પ્રિન્ટેડ બિકિનીમાં પોસ્ટ કર્યો હતો, જેમાં એ ખૂબ જ હોટ લાગી રહી હતી, ત્યાર બાદ નોંધનીય છે કે આ ફોટો-વિડિયો શેરિંગ પ્લેટફોર્મ પર આહાનાના 1.6 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.
આહાના ‘લિપસ્ટિક અંડર માય બુરખા’ સાથે લાઇમલાઇટમાં આવી હતી. આહાનાનો વીડિયો આજે પણ સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળી રહ્યો છે, જેમાં તે ફેન્સ સાથે ફોટોગ્રાફ પડાવ્યા હતા. આહાનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થયો છે. આહાનાએ ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર જેવી ફિલ્મોની સાથે રંગબાઝ, ફોરબિડન લવ, કોલ માય એજન્ટઃ બોલીવૂડ અને અભિદ્ધાઃ સીઝન 2 જેવી વેબ સિરીઝમાં પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.