ઓસ્કાર એવોર્ડ વિનર ફિલ્મ ‘RRR’ના અભિનેતા રે સ્ટીવનસનનું 58 વર્ષની વયે રવિવારે નિધન થયું હતું. એક્ટરના નિધનથી બોલીવુડ સહિત હોલૂવીડમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. તેમના નિધનનું ચોક્કસ કારણ હજી સામે આવ્યું નથી પણ ટીમ RRRએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે ‘બધા માટે આ આઘાતજનક સમાચાર! રેસ્ટ ઈન પીસ, રે સ્ટીવનસન. તમે હંમેશા અમારા દિલમાં રહેશો, સર સ્કોટ.’
રે સ્ટીવનસને એસએસ રાજામૌલીની પીરિયડ એક્શન ડ્રામા ફિલ્મ ‘RRR’માં નેગેટિવ રોલ પ્લે કર્યો હતો અને તેમના અભિનયને લોકોએ ખૂબ જ પસંદ કર્યો હતો. આ ફિલ્મમાં એક્ટર રામ ચરણ અને જુનિયર એનટીઆર લીડ રોલમાં જોવા મળ્યા હતા અને આલિયા ભટ્ટ અને અજય દેવગનનો કેમિયો હતો. ફિલ્મના ગીત ‘નાટુ નાટુ’ને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત રે માર્વેલની ‘થોર’ ફ્રેન્ચાઇઝીમાં પણ વોલ્સ્ટાગ અને ‘વાઇકિંગ્સ’માં અન્ય ભૂમિકાઓ માટે પણ જાણીતા હતા. તેણે એનિમેટેડ સ્ટાર વોર્સ શ્રેણી ‘ધ ક્લોન વોર્સ’ અને ‘રિબેલ્સ’માં ગાર સેક્સનને પણ અવાજ આપ્યો છે અને તે ડિઝની પ્લસની આગામી ‘ધ મેન્ડલોરિયન’ સ્પિનઓફ ‘અશોકા’માં રોઝારિયો ડોસન સાથે જોડાવા માટે તૈયાર હતા.
What shocking news for all of us on the team! 💔
Rest in peace, Ray Stevenson.
You will stay in our hearts forever, SIR SCOTT. pic.twitter.com/YRlB6iYLFi
— RRR Movie (@RRRMovie) May 22, 2023
અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટીવનસનનો જન્મ 25મી મે, 1964ના રોજ ઉત્તરી આયર્લૅન્ડના લિસ્બર્નમાં થયો હતો અને તેમણે 1990ના દાયકાની શરૂઆતમાં યુરોપિયન ટીવી શ્રેણી અને ટેલિફિલ્મ્સથી એક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતું. રે સ્ટીવનસન હોલીવુડના પ્રખ્યાત અભિનેતા છે જેમનું 58 વર્ષની વયે અવસાન થયું.
આઇરિશ એક્ટર છેલ્લે એસએસ રાજામૌલીની હિટ ફિલ્મ ‘RRR’માં જોવા મળ્યા હતા. આ સમાચાર સામે આવ્યા ત્યારથી જ રેના ફેન્સ શોકની લાગણી ગરક થઈ ગયા છે. બે દિવસ પછી એટલે કે 25મી મેના રોજ, રેનો જન્મદિવસ છે, માર્વેલની ઘણી ફિલ્મોમાં દેખાઈ ચૂકેલા રે સ્ટીવનસનના અવસાનના સમાચારથી સમગ્ર મનોરંજન જગતમાં શોકની લહેર છે.