Homeઆમચી મુંબઈલગ્ન બાદ ધર્મપરિવર્તન માટે છોકરી પર દબાણ લવાયું: ગુનો દાખલ

લગ્ન બાદ ધર્મપરિવર્તન માટે છોકરી પર દબાણ લવાયું: ગુનો દાખલ

મુંબઈ: દિલ્હીમાં થયેલા શ્રદ્ધા વાલકરના હત્યા પ્રકરણ બાદ દેશમાં આક્રોશ ફેલાયો છે ત્યારે મહારાષ્ટ્રમાં પણ લવ જેહાદનું પ્રકરણ સામે આવ્યું છે. લગ્ન બાદ યુવતી પર ધર્મ પરિવર્તન કરાવવા માટે દબાણ લાવવામાં આવ્યાનું બહાર આવ્યું છે અને આ પ્રકરણે ગુનો નોંધવામાં આવ્યો છે.

હિંગોલીના કળમનુરીમાં ૨૧ વર્ષની યુવતીને લગ્નની લાલચ આપીને ભગાવીને લઈ જવામાં આવી અને કળમનુરી તાલુકાના ડોંગરકડા, જવળા બજાર, ઔરંગાબાદ અને દિલ્હીના ફરીદાબાદમાં લઈ જઈને તેની સંમતી વગર તેની સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા. થોડા જ દિવસોમાં તેના પર ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું અને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે એવું યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે.
યુવતીની ફરિયાદ બાદ સાજીદ રફીકખાન પઠાણ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular