કહેવાય છે કે કર્મ કોઈને છોડતું નથી. આ કહેવતને સાચી ઠેરવતો એક કિસ્સો તાજેતરમાં સામે આવ્યો છે. અમદવાદના સેજપુર વિસ્તારમાં 1973માં થયેલી એક વૃદ્ધાની હત્યાનો આરોપી મહારાષ્ટ્રમાંથી ઝડપાયો છે. જયારે હત્યા કરી હતી ત્યારે આરોપી 26 વર્ષનો હતો ત્યાર બાદ લાપતા આરોપી 75 વર્ષની ઉંમરે મહારાષ્ટ્રના એક ગામમાંથી ઝડપાયો છે. મહારાષ્ટ્ર પોલીસ અને ગુજરાત પોલીસની સંયુક્ત કામગીરીથી પોલીસને 49 વર્ષે કેસ ઉકેલવા સફળતા મળી છે.
વાત કોઈ ફિલ્મની વાર્તા જેવી લાગે પણ આવું હકીકતમાં બન્યું છે. અમદાવાદ પોલીસે મહારાષ્ટ્રથી આરોપી સીતારામની ધરપકડ કરી છે. આરોપી 49 વર્ષથી વોન્ટેડ હતો.
પોલીસે આપેલી માહિતી મુજબ વર્ષ 1973માં જેમાં અમદવાદના સેજપુર વિસ્તારમાં મણિબેન નામના વૃદ્ધા રહેતા હતા, 14 સપ્ટેમ્બર, 1973ના રોજ બંધ ઘરમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો ઘરમાં લુંટ પણ થઇ હતી. ત્યાર બાદ લૂંટ વિથ મર્ડર કેસ દાખલ થયો હતો. પોલીસે તપાસ કરતા ઉપરના માળે રહેતા ત્રણેય યુવકો ગાયબ હતા. જેમાં સીતારામ સૌથી છેલ્લાં ઘરમાંથી નીકળ્યો હોવાનું લોકોએ જણાવ્યુ હતું. સીતારામ નામનો આરોપીએ એકલા રહેતા વૃદ્ધાના ઘરમાં ચોરી કરવાના ઇરાદે ઘુસ્યો હતો. આ દરમિયાન વૃદ્ધા અને આરોપી વચ્ચે ઝપાઝપી થઇ હતી જેમાં આરોપી સીતારામના હાથે વૃદ્ધા મણિબેનની હત્યા થઇ ગઈ હતી. ત્યાર બાદથી આરોપી ફરાર હતો.
49 વર્ષ વીત્યા બાદ આરોપી મહારાષ્ટ્રના એક ગામમાં હોવાની બાતમી મહારાષ્ટ્ર પોલીસને મળી હતી. આ અંગે મહારાષ્ટ્ર પોલીસે ગુજરાત પોલીસને જાણ કરી હતી.