(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ૧૯૯૨માં થયેલાં રમખાણના કેસમાં ફરાર આરોપીને દિંડોશી પોલીસે મલાડથી પકડી પાડ્યો હતો.
ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ તબરેઝ અઝીમ ખાન ઉર્ફે મન્સૂરી (૪૭) તરીકે થઈ હતી. મન્સૂરીની છેલ્લાં ૧૮ વર્ષથી પોલીસ શોધી રહી હતી. ઓળખ છુપાવીને રહેતા મન્સૂરીને મલાડના દિંડોશી બસ ડેપો નજીકથી શનિવારે પકડી પાડવામાં આવ્યો હતો.
૧૯૯૨માં થયેલાં રમખાણો દરમિયાન દિંડોશી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં નવ આરોપી સામે સેશન્સ કોર્ટમાં ચાર્જશિટ દાખલ કરવામાં આવી હતી. નવમાંથી બે આરોપીને સેશન્સ કોર્ટે નિર્દોષ છોડ્યા હતા, જ્યારે એક આરોપીનું મૃત્યુ થયું હતું.
પોલીસના જણાવ્યા મુજબ બાકીના છ આરોપી કોર્ટમાં હાજર ન થતા હોવાથી ૨૦૦૪માં સેશન્સ કોર્ટે તેમને ફરાર જાહેર કર્યા હતા. કોર્ટે તેમની વિરુદ્ધ વૉરન્ટ પણ જારી કર્યા હતા. આરોપી નંબર-૮ મન્સૂરી મલાડમાં નજરે પડ્યો હોવાની માહિતી દિંડોશી પોલીસને મળી હતી. માહિતીને આધારે પોલીસે છટકું ગોઠવી તેને પકડી પાડ્યો હતો.
૧૯૯૨નાં રમખાણના કેસનો ફરાર આરોપી મલાડમાં ઝડપાયો
RELATED ARTICLES