Homeટોપ ન્યૂઝ...તે લવ સ્ટોરી અને પુલવામા હુમલાનું રહસ્ય જાહેર થયું

…તે લવ સ્ટોરી અને પુલવામા હુમલાનું રહસ્ય જાહેર થયું

14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં CRPFના કાફલા પર થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. સુરક્ષા દળોની સાથે રાકેશ બલવાલના નેતૃત્વમાં (NIA) પણ એક્શનમાં આવી ગઇ હતી. જ્યારે ગુપ્તચર એજન્સીઓ હુમલાની તપાસ કરી રહી હતી, ત્યારે તેમનું સૌથી મોટું કામ માસ્ટરમાઇન્ડ મસૂદ અઝહરના ભત્રીજા ઉમર ફારૂકને શોધવાનું હતું. બલવાલે થોડા જ દિવસોમાં પુલવામા હુમલાના સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો હતો.
રાકેશ બલવાલની આગેવાનીમાં પુલવામા હુમલાની તપાસ કરી રહેલી NIAની ટીમે એક પ્રેમ કહાનીનો ખુલાસો કર્યો હતો. તે લવસ્ટોરી એક કાશ્મીરી યુવતી અને ઉમર ફારૂકની હતી. કાશ્મીરી લેખક અને પત્રકાર રાહુલ પંડિતાએ પુલવામા હુમલા પર એક પુસ્તક લખ્યું છે – ધ લવર બોય ઓફ બહાવલપુરઃ હાઉ ધ પુલવામા કેસ ક્રેક્ડ. આ પુસ્તકમાં તેણે જણાવ્યું છે કે તેણે NIA ઓફિસર બલવાલનો ઈન્ટરવ્યુ લીધો હતો. બલવાલે તેમને કહ્યું કે તેણે માર્ચમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા, જ્યારે તેણે તેમની તસવીર જોઈ ત્યારે તેમને કંઈક અલગ લાગ્યું હતું.
રાકેશ બલવાલે જણાવ્યું કે બે આતંકીઓમાંથી એકે એડિડાસના કપડા પહેર્યા હતા. ત્યારે તેને શંકા હતી કે સામાન્ય આતંકવાદી એડિડાસના કપડાં પહેરતો નથી. આ પછી તેણે પોલીસને આ અંગે પૂછપરછ કરી તો પોલીસે તેને જણાવ્યું કે યુવકનું નામ ઈદ્રીશભાઈ છે. આ દરમિયાન તેની પાસેથી આઇફોન અને સેમસંગના બે મોબાઇલ કબજે કર્યા હતા, પરંતુ બંને તૂટી ગયા હતા. બલવાને આ બંને ફોન ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)ને મોકલ્યા હતા. એક અઠવાડિયા પછી, CERT-In તરફથી એક એક્સપોર્ટે તેમને ફોન કર્યો અને કહ્યું કે સાહેબ, જેકપોટ મળી ગયો છે.
ઉમર ફારૂકનો એક ફોન જે નષ્ટ થયો ન હતો, તેમાંથી સમગ્ર સત્ય બહાર આવ્યું હતું.
પુલવામા હુમલા બાદ જૈશના માસ્ટરમાઇન્ડ અને ઓપરેશનલ હેડ રઉફ અસગરે દરેકને તેમના ફોન નષ્ટ કરવા કહ્યું હતું. પરંતુ ઉમરે તેમ ન કર્યું અને બીજા તૂટેલા ફોનની તસવીર મોકલી. જો ઉમરે તેનો ફોન નષ્ટ કર્યો હોત તો કદાચ પુલવામા હુમલામાં મસૂદ અઝહર અને તેના ભાઈઓની ભૂમિકા આટલી સરળતાથી સાબિત ન થઈ હોત.
આતંકવાદીઓ આમ તો તેમના આકાઓની દરેક વાતો માનતા હોય છે, પણ પુલવામા હુમલાના આતંકવાદીઓએ તેમના આકાની વાત નહોતી માની. જ્યારે NIA અધિકારીઓએ આ રહસ્યને ઉકેલવાનું શરૂ કર્યું ત્યારે તેમને ખબર પડી કે તેની પાછળનું કારણ કાશ્મીરની 22 વર્ષની ઈન્શા જાન હતી. ઈન્શાના પિતા જૈશ સમર્થક હતા અને તે ઉમરની ગર્લફ્રેન્ડ હતી. તેની સાથે વાત કરવાને કારણે ઉમરે તેનો ફોન નષ્ટ કર્યો ન હતો. ઉમરના અન્ય કાશ્મીરી છોકરીઓ સાથે પણ સંબંધો હતા.
ફેબ્રુઆરી 2020માં NIAએ શાકિર બશીર નામના આતંકવાદીની ધરપકડ કરી હતી. અગાઉ એજન્સીઓ ઈદ્રેશભાઈ અને ઉમર વચ્ચેનું કનેક્શન શોધી શકી ન હતી, પરંતુ શાકિરે સમગ્ર રહસ્ય ઉકેલી નાખ્યું હતું. જ્યારે NIA અધિકારીઓએ તેને ઉમર અને ઈદ્રેશ વિશે પૂછ્યું તો તેણે કંઈ કહ્યું નહીં. પરંતુ જ્યારે તેને તેનો ફોટો બતાવવામાં આવ્યો અને અન્ય મહિલાઓ સાથેના તેના સંબંધો વિશે જણાવવામાં આવ્યું, ત્યારે બશીરે વટાણા વેરી દીધા. તેણે જણાવ્યું કે ઈદ્રીશ જ ઉમર ફારૂક છે અને તે મસૂદ અઝહરનો ભત્રીજો છે. તેણે પુલવામા હુમલાની સમગ્ર યોજના બનાવી હતી. આ પછી, NIAને સ્પષ્ટ થઈ ગયું કે પુલવામા હુમલામાં મસૂદ અઝહર અને તેના ભાઈઓનો સીધો હાથ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular