દિવસમાં ઓટો ડ્રાઈવર અને રાત્રે ગુંડા, ડોંબિવલીમાં પકડાયા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રના ડોંબિવલીમાં દિવસના રિક્ષા ચલાવનારી ટોળકી રાક્ષે હથિયારની ધાકે રાહદારીઓની લૂંટ કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે પોલીસે સાત લોકોની ધરપકડ કરી છે. ડોંબિવલીના આસિસ્ટંટ પોલીસ કમિશનરે આ અંગે જણાવ્યું હતું કે ક્રાઈમ ડિટેક્શન ટીમને સૂચના મળી હતી કે મ્હસોબા નગર, મ્હસોબા ચૌક, ઠાકુર્લી રેલવે સ્ટેશનથી રાત્રે આવતા જતાં લોકોને અંધારામાં હથિયાર દેખાડીને અને ધમકાવીને લૂટતા હતાં. બધા લૂટેરાઓ એકબીજાને જાણતા હતાં અને એક જગ્યાએ મળીને લૂટવાનું કાવતરું ઘડતા હતાં.
ધરરકડ કરવામાં આવેલા આરોપીમાં સાગર ઉર્ફ શંભુ શર્મા (19), જેમ્સ ગાંધી સાસે (24), સત્યકુમાર મુકેશ કનોજિયા (19) સચિન (21) અને સોનુ કનૌજિયા (19) સામેલ છે. આ સિવાય બે આરોપી સગીર છે. તેમના હથિયાર, બે મોબાઈલ, બે બાઈક અને 1.66 લાખ રૂપિયાની એક રિક્ષા જપ્ત કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.