પુણેમાં ભાજી માર્કેટમાં લાગેલી આગમાં 90 સ્ટોલ, 2 ટેમ્પો બળીને ખાખ
થાણેઃ થાણે જિલ્લામાં નેશનલાઈઝ બેંકની એસી યુનિટમાં મંગળવારે સવારે આગ ફાટી નીકળી હતી અને મહારાષ્ટ્રના પુણે શહેરમાં પણ મોડી રાતે એક શાકભાજી માર્કેટમાં આગ ફાટી નીકળી હતી અને તેમાં 90 સ્ટોલ અને બે ટેમ્પો બળીને ખાખ થઈ ગયા હતા.
થાણેમાં આવેલી એક નેશનલાઈઝ બેંકની એસી યુનિટમાં સવારે 10.20 કલાકે આગ ફાટી નીકળી હતી. અધિકારીઓએ આ માહિતી સંબંધિત વિભાગને આપી હતી. આ આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નહોતી. ઘટનાની જાણ થતાં જ અગ્નિશામક દળના જવાનો ઘટનાસ્થસલે પહોંચી ગયા હતા અન અડધા કલાકમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો. આગ ચોક્કસ કયા કારણસર લાગી હતી તે હજી જાણી શકાયું નથી.
આગ લાગવાની બીજી ઘટનામાં મહારાષ્ટ્રના પુણે શહેરમાં મોડી રાતે શાકભાજી માર્કેટમાં આગ લાગી હતી. આ આગમાં 90 સ્ટોલ અને બે ટેમ્પો બળીને ખાખ થઈ ગયા હતા. પુણેના હડપસરમાં આવેલા હંડેવાડીના ચિંતામણી નગર ખાતે આવેલી બજારમાં રાતે 1.45 કલાકે આગ ફાટી નીકળી હતી. આ આગમાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નહોતી.