Homeઆમચી મુંબઈથાણે પ્રોપર્ટી: મૂલ્ય સંવર્ધન કરતો એસેટ કલાસ

થાણે પ્રોપર્ટી: મૂલ્ય સંવર્ધન કરતો એસેટ કલાસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: થાણેેમાં રિયલ એસ્ટેટના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે. મુંબઇનું ‘સિસ્ટર સિટી’ ગણાતું થાણેનું રૂપાંતર એક વૈશ્ર્વિક સ્તરના શહેરમાં થયું છે. અહીંનું રિયલ એસ્ટેટ એન્ડયુઝર માટે અને રોકાણ માટે એમ બંને વિકલ્પ ઉપલબ્ધ કરાવે છે. ભારતના અગ્રગણ્ય રિયલ એસ્ટેટ ડેવેલોપર્સ દ્વારા સર્જાયેલી ઇમારતો થાણેના લેન્ડમાકર્સ બન્યા છે. ક્રેડાઇ -એમસીએચઆઇ થાણેએ ત્રીજીથી છઠ્ઠી ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન રિયલ એસ્ટેટ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સ એકસ્પો પ્રોપર્ટી ૨૦૨૩ થાણેનું આયોજન કર્યું છે. આ અજોડ મંચ પર રિયલ એસ્ટેટના વિવિધ વિકલ્પો જોવા મળશે. કોમર્શિયલ રિયલ એસ્ટેટના વિકાસના પગલે રોજગારીનું સર્જન થવાથી ઘરોની માગ વધે છે. આમ સર્વશ્રેષ્ઠ હાઉસિંગ વિકલ્પો અને કોમર્શિયલ પ્રોપર્ટી બન્નેના સંયોજને થાણેને સંતુલિત રિયલ એસ્ટેટ હબ બનાવ્યું છે. થાણેની કોમર્શિયલ સ્પેસ અથવા રેસિડન્સ એક એસેટ કલાસ તરીકે આકર્ષક વિકલ્પો આપે છે. થાણેનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર સંપત્તિનું સર્જન અને સંપત્તિની વૃદ્ધિને વેગ આપે તેવા વિકલ્પો આપે છે. રેરાના નિયમન હેઠળના થાણે રિયલ એસ્ટેટ માર્કેટ સ્માર્ટ રોકાણકાર માટે આદર્શ રોકાણ વિકલ્પ આપે છે.
પ્રોપર્ટી એકસ્પોના આયોજકો ક્રેડાઇ-એમસીએચઆઇ થાણે રિયલ એસ્ટેટ ડેવેલપર્સનું સંગઠન છે. જેઓ ન કેવળ થાણેના વિકાસમાં ભાગીદાર છે પણ શહેરના સામાજિક તાણાવાણાનો પણ હિસ્સો છે. મુંબઇ મેટ્રોપોલિટન રિજિયન (એમએમઆર)ના મધ્યમાં સ્થિત થાણે મુંબઇની કોર્પોરેટ સંસ્થાઓ માટે આદર્શ વિકલ્પ આપે છે. મુંબઇ અને એમએમઆરના હબ્સ સાથે થાણે રોડ, રેલવે અને હવે ઊભી થનારી મેટ્રો લાઇન્સ અને જળપરિવહનના કારણે કનેક્ટિવિટી ધરાવે છે. કોમર્શિયલ લોજિસ્ટિક્સ, આઇટી, આઇટીઇએસ, બીએફએસઆઇ તમામ ઇન્ફોટેક સાહસો માટે થાણે આદર્શ લોકેશન બન્યું છે. નાના એન્ટ્રેપ્રિન્ઓરથી લઇ જંગી ફલોરસ્પેસની માગ ધરાવતા મોટા ઉદ્યોગ ગૃહો માટે થાણે વિકલ્પો ઉપલબ્ધ કરાવે છે. નાની દુકાનોથી લઇ ટ્રેન્ડી શોપિંગ સેન્ટર્સ, મોલ્સ, થાણેમાં રિટેલ વેપારને વેગ આપે છે. તળાવોની નગરી થાણેમાં મનોરંજન અને હરવા ફરવાના વિકસિત સ્થળો ઉપલબ્ધ છે. મેડિકલ ટૂરિઝમ હોટેલ્સ, એફ એન્ડ બી આઉટલેટ્સ, થિયેટર્સ, મલ્ટિપ્લેક્સિસ ઓપન એર ઓડિટોરિયમ્સ, સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ શહેરને રહેવા લાયક બનાવે છે. થાણેની એક બાજુ નેશનલ પાર્ક, બીજી બાજુ ક્રીક અને ઉલ્હાસ નદી આવેલા છે. ઇન્ટિગ્રેટેડ ટાઉનશિપ્સ, નાની ઇમારતો, બહુમાળી ઇમારતો સિમેન્ટ અને સ્ટીલમાં લખાયેલી કવિતા સમાન છે. સ્ટ્રકચરલ સ્ટેબિલિટી ધરાવતી સુરક્ષિત ઇમારતો અહીં ઉમદા પર્યાવરણમાં સ્થિત છે. પ્રોપર્ટી ખરીદી કરવા/રોકાણ કરવા થાણે પધારો, ૩ ફેબ્રુઆરીથી છ ફેબ્રુઆરી દરમિયાન ૨૦માં પ્રોપર્ટી એન્ડ હોમ ફાઇનાન્સ એકસ્પો, થાણે વેસ્ટના રેમન્ડસ ગ્રાઉન્ડની મુલાકાત લેવા વિનંતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular