ક્રિકેટ બાદ હવે ફિલ્મી દુનિયામાં ધોનીની એન્ટ્રી

ફિલ્મી ફંડા સ્પોર્ટસ

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 15મી ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો હતો. જોકે, તે આઇપીએલમાં હજુ પણ સીએસકેની કેપ્ટનશિપ કરે છે. હવે ધોની તેની નવી ઇનિંગ માટે તૈયાર છે અને ટૂંક સમયમાં તે ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરવાનો છે.

તાજેતરમાં જ એવી ખબરો સામે આવી છે કે તે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ધમાકેદાર એન્ટ્રી કરવાનો છે. ધોની થલાપતિ વિજયની ફિલ્મને પ્રોડ્યૂસ કરવાનો છે. ધોનીને સાઉથ ઇન્ડસ્ટ્રીથી ખૂબ લગાવ છે અને તે 2008થી સીએસકેની કેપ્ટનશિપ પણ કરે છે, એટલે તેને થાલા એટલે કે લીડર કહેવામાં આવે છે.

Thala' MS Dhoni to turn producer for Thalapathy Vijay's film, say reports -  UPC news

એ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મને પ્રોડ્યૂસ કરવાની સાથે ધોની આમાં કેમિયો પણ કરી શકે છે. એવામાં ધોની અને વિજયને એકસાથે મોટા પડદા પર જોવા માટે તેમના ફેન્સ એક્સાઇટેડ છે, નોંધનીય છે કે હજુ થોડા સમય પહેલા જ ધોનીએ તેનું પ્રોડકશન હાઉસ લોન્ચ કર્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.