Homeટોપ ન્યૂઝTexas Firing: 3 વર્ષની બાળકીએ ગોળી ચલાવી, 4 વર્ષની બહેનનું મોત

Texas Firing: 3 વર્ષની બાળકીએ ગોળી ચલાવી, 4 વર્ષની બહેનનું મોત

અમેરિકાના ટેક્સાસમાં ચોંકાવનારી ઘટના બની છે. 3 વર્ષની બાળકીએ હાથમાં બંદૂક લઈને ગોળીબાર કર્યો હતો. ગોળી વાગતા તેની 4 વર્ષની બહેનનું મોત નીપજ્યું છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો છે.
લોકો આ ઘટના પર વિશ્વાસ નથી કરી રહ્યા. બીજી તરફ બાળકીના પરિવારજનોએ કહી રહ્યા છે કે ગોળી બાળકીએ જ ચલાવી હતી. મીડિયા રીપોર્ટસ મુજબ આ ઘટના અજાણતા બની હતી. કાઉન્ટી શેરિફ એડ ગોન્ઝાલેઝે જણાવ્યું હતું કે ગોળી 3 વર્ષની છોકરી દ્વારા અજાણતા જ ચલાવવામાં આવી હતી પોલીસ ઘટનાની તપાસ શરૂ કરશે, ત્યારબાદ આ મામલે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
શેરિફે જણાવ્યું કે, “4 વર્ષીય બાળકીને ગોળી વાગતા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી બાદમાં તેનું મોત નીપજ્યું હતું. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. બાળકીઓનો પરિવાર અને તેના મિત્રો હ્યુસ્ટન એપાર્ટમેન્ટની અંદર ફરતા હતા. બાળકીઓને રેસ્ટ-રૂમમાં હતી. તે સમયે 3 વર્ષીય બાળકીના હાથમાં લોડેડ સેમી-ઓટોમેટિક પિસ્તોલ આવી ગઈ હતી અને રમત રમતમાં ગોળી છોડી હતી. ફાયરિંગનો અવાજ સાંભળતા જ પરિવારજનો રૂમમાં દોડી ગયા, જ્યાં તેમણે 4 વર્ષની બાળકી જમીન પર બેભાન અવસ્થામાં પડેલી મળી.
શેરીફે જણાવ્યું કે, ” હથિયારનો ઉપયોગ કરીને એક બાળક અન્ય કોઈને નુકસાન પહોંચાડે એ દુ:ખદ ઘટના છે. અમારા હૃદય પડી ભાંગ્યા છે. અમારા અધિકારીઓ પણ હચમચી ગયા છે. જ્યારે કોઈ બાળક આ રીતે પોતાનો જીવ ગુમાવે છે ત્યારે સમગ્ર સમુદાયને અસર થાય છે,”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular