બાપ રે! પુલવામા 2.0 ની ફિરાકમાં હતાં આતંકી? સેનાના કેમ્પ પર થવાનો હતો હુમલો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

એલઓસી (Line Of Control) થી બે દિવસ પહેલા પકડાયેલા આતંકી તબારક હુસૈનની પુછપરછ દરમિયાન તેણે મોટો ખુલાસો કર્યો હતો. આતંકીએ આપેલી જાણકારી અનુસાર પાકિસ્તાનમાં બેઠેલા આકાઓને ઈન્ડિયન આર્મીના કેમ્પ સંબંધિત જાણકારી આપવા માટે તેને પૈસા આપવામાં આવતા હતાં. 21 ઓગસ્ટના એક પોસ્ટ પર હુમલો કરવાની યોજના બનાવી હતી. આ હુમલા માટે પૂરતી તૈયારીઓ પણ થઈ હતી.
આતંકીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના અધિકારીએ ટાસ્ક આપ્યો હતો, જેમાં એલઓસી પર જઈને ભારતીય સેનાની પોસ્ટની રેકી કરવાની હતી. જોકે, તબારક કોઈ હુમલાને અંજામ આપે તે પહેલા ભારતીય સેનાના જવાનોએ નૌશેરા સેક્ટરમાં તેને પકડી લીધો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.