રાજકોટના પડધરીમાં જંગલી ભૂંડનો આતંક, 5 લોકોને બચકાં ભરી લોહીલુહાણ કર્યા

આપણું ગુજરાત

Rajkot: રાજકોટના પડધરીમાં એક હિંસક જંગલી ભૂંડે આતંક મચાવ્યો છે. પડધરીના ગીતાનગર વિસ્તારમાં એક ભૂંડ હિંસક બન્યું છે. આ ભૂંડે ચાર સ્થાનિકોને બચકાં ભરી લોહીલૂહાણ કરી દીધા હતા. ત્યાર બાદ ભૂંડને પકડવા માટે બોલાવાયેલા યુવાન પર પણ ભૂંડે હુમલો કર્યો હતો. યુવાન વંડામાં ઘુસેલા ભૂંડને પકડવા ગયો ત્યારે ભૂંડે હુમલો કરી તેના બન્ને પગ, હાથ અને છાતીના ભાગમાં બાચકા ભરી લોહીલુહાણ કરી દીધો હતો. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. હાલ તમામ ઘાયલોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ખેતરોમાં પાકને નુકસાન પહોંચાડતાં જંગલી ભૂંડને પકડીને તંત્ર ગીતાનગર સ્લમ વિસ્તારમાં છોડી મૂકે છે. આજે આ વિસ્તારમાં ભૂંડે લોકો પર હિંસક હુમલા કર્યા છે. હાલ અમારા વિસ્તારમાં ભયનો માહોલ છે.
ભૂંડને પકડવા ગયેલ ઈજાગ્રસ્ત યુવાને યુવાને જણાવ્યું હતું કે ખેતર ફરતે કરેલી વાડથી કરંટ લાગતાં ભૂંડ આ વિસ્તારમાં આવી ગયું છે. એક વંડામાં હતું તો હું તેને પકડવા ગયો હતો, પરંતુ ભૂંડે મારા પર જ હુમલો કરી દીધો હતો. તેમ છતાં પણ મેં ભૂંડને પકડી લીધું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.