જમ્મુ કાશ્મીરમાં ફરી નાપાક હરકત! આતંકવાદીઓએ પોલીસ ટીમને બનાવ્યો હતો નિશાનો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વાર આતંકવાદીઓએ નાપાક હરકતને અંજામ આપ્યો છે. મળતી માહિતી અનુસાર અનંતનાગ પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત નાકા પાર્ટી પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો અને આ હુમલામાં એક પોલીસ કર્મચારી જખમી થયો હતો અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યાનુસાર હાલમાં અનંતનાગ વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.
નોંધનીય છે કે આ પહેલા પણ આતંકવાદીઓએ બિહારના એક પ્રવાસી મજૂરની ગોળી મારીને હત્યા કરી કરી હતી. સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો હોવાથી જમ્મુ-કાશ્મીરમાં આતંકી ગતિવિધીઓ સક્રિય થઈ છે ત્યારે કોઈ અણબનાવ ન બને તે માટે ખાસ બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.