અમદાવાદ એરપોર્ટ પર 2.2 કરોડના સોનાની દાણચોરીમાં ટર્મિનલ મેનેજર અને ત્રણ સફાઈકર્મીઓ સંડોવણી સામે આવી

આપણું ગુજરાત

Ahmedabad: અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (SVPI) પર સોનાની દાણચોરીમાં(Gold smuggling) એરપોર્ટના મેનેજર(Manager) અને ત્રણ સફાઈકર્મીઓની સંડોવણી હોવાનું સામે આવતા ચકચાર ફેલાઈ ગઈ છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ની એક ટીમે 9 જુલાઈના રોજ અમદાવાદ એરપોર્ટના ઈન્ટરનેશનલ ટર્મિનલ પર દુબઈથી આવેલા બે મુસાફરોને 3.8 કિલો સોના સાથે પકડ્યા હતા. ત્યારબાદ તેમની પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. હાલ તમામની ધરપકડ કરી જ્યુડિશલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

DRIના અધિકારીએ આપેલી માહિતી મુજબ દુબઈથી આવેલા બંને મુસાફરોની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેઓ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(AAI)ના કર્મચારી જે અમદાવાદ એરપોર્ટ પર ટર્મિનલ મેનેજર તરીકે ફરજ બજાવે છે તેમને સોંપવા માટે સોનું લાવ્યા હતા. આ ઉપરાંત, ટર્મિનલના ત્રણ સફાઈ કર્મચારીઓની સંડોવણી પણ બહાર આવી છે. તમામ છની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીઓએ તપાસ એજન્સીઓથી બચવા ખાસ મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. સીઆઈએસએફ, કસ્ટમ્સ અને ઈમિગ્રેશનની ચેકપોસ્ટ પહેલાં આગમનની નજીક VIP લાઉન્જ આવેલો છે. મોડસ ઓપરેન્ડી મુજબ દુબઈની ફ્લાઈટમાંથી ઉતરી મુસાફરો સીધા લાઉન્જમાં જશે અને સફાઈ કામદારોમાંથી એકને સોનાના બાર સોંપશે. તે વ્યક્તિ બાદમાં બાર ટર્મિનલ મેનેજરને આપશે. ત્યાર બાદ મુસાફરો તપાસ એજન્સીની નજરમાં આવ્યા વગર ગ્રીન ચેનલમાંથી બહાર નીકળી જશે.
અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે આ વ્યક્તિઓ ભૂતકાળમાં આ રીતે સોનાની દાણચોરી સફળતા પૂર્વક પાર પાડી હોય શકે છે. હાલ બધાની પૂછપરછ થઇ રહી છે.
જપ્ત કરાયેલા સોનાની બજાર કિંમત રૂ.52,650 પ્રતિ 10 ગ્રામના દરે રૂ. 2.02 કરોડ થાય છે. સોનું જપ્ત થવાથી રૂ. 1.79 કરોડની ડ્યુટી પણ લાગશે. આમ, જપ્ત કરાયેલ સોનાની કુલ કિંમત રૂ. 3.81 કરોડ થાવ જાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.