તેરી મિટ્ટી મેં સોના હૈ, તૂ અપને કો તોલ,અરે ભારત! ઊઠ, આંખેં ખોલ!

વીક એન્ડ

ઝાકળની પ્યાલી-ડૉ. એસ. એસ. રાહી

સજગ રહો
અપને યુગ કો હીન સમઝના આત્મહીનતા હોગી,
સજગ રહો, ઈસસે દુર્બલતા ઔર દીનતા હોગી,
જિસ યુગ મેં હમ હુવે, વહી તો અપને લિયે બડા હૈ,
અહા! હમારે આગે કિતના કર્મ-ક્ષેત્ર પડા હૈ.
– મૈથિલીશરણ ગુપ્ત
પ્રગતિ અને કર્મનો આ પડકાર આધુનિકતાનો ધર્મ છે. હિન્દી ભાષાના અગ્રણી કવિ શ્રી મૈથિલીશરણ ગુપ્તને ભક્તિ-પરંપરાના કવિ કહીને તેમની આધુનિકતાને આંખ આડા કાન કરનારા સમીક્ષકો તેમના સાચા રૂપને ઓળખી શકયા નથી. ગુપ્તજી પરંપરાવાદી ભક્ત કવિ નહોતા, સંસારના બંધનોને અસાર સમજીને અનન્ય ભક્તિ દ્વારા મોક્ષપ્રાપ્તિની તેમને કામના ન્હોતી. તેમણે આરાધ્ય અને પ્રભુને આત્મનિવેદન ભલે કર્યું પણ લોક અને લૌકિક જીવનનો તેમણે અનાદર કર્યો નહોતો. એટલા માટે તેમની ભક્તિ એક પ્રકારના આદર્શો પ્રત્યેની નિષ્ઠાનો જ પ્રકાશ છે, એ જ એમના સંસ્કાર છે. એ તેમનો વાદ નથી જુઓ:
રામ તુમ માનવ હો, ઈશ્ર્વર નહીં હો ક્યા,
વિશ્ર્વ મેં રમે હુવે નહીં સભી કહીં કો ક્યા,
તવા મૈં અનિશ્ર્વર હૂં, ઈશ્ર્વર ક્ષમા કરે,
તુમ ન રમો મન મેં, મન તુમ મેં રમા કરે.
આ કવિ શ્રી રામના સાચા ભક્ત હતા, તેઓ મર્યાદા પુરુષોત્તમના જીવનના આદર્શોને સર્વોપરિ માનતા હતા. તે આદર્શોની વ્યાખ્યા તેમણે યુગ અનુરૂપ શૈલીથી કરી છે.
હિન્દી ભાષાના પ્રથમ આધુનિક કવિ મૈથિલીશરણ ગુપ્તનો જન્મ ઉત્તર પ્રદેશના ઝાંસીના ચિરગાંવમાં ૩ ઑગસ્ટ ૧૮૮૫ના રોજ થયો હતો. તેઓ ખડી બોલીના પ્રથમ મહત્ત્વના કવિ તરીકે પણ ઓળખાય છે.
આ પ્રતિભાશાળી સર્જકે શ્રી મહાવીરપ્રસાદ દ્વિવેદીની પ્રેરણાથી ખડી બોલીને તેમની રચનાઓનું માધ્યમ બનાવ્યું અને કવિતા સર્જન દ્વારા ખડી બોલીને એક કાવ્ય-ભાષાના રૂપમાં નિર્માણ કરવા માટે અથાક પ્રયાસ કર્યો. આમ વ્રજ ભાષા જેવી સમૃદ્ધ કાવ્યભાષાનો ત્યાગ કરીને સમય એ સંદર્ભોને અનુકૂળ નવા કવિઓએ કવિતાની અભિવ્યક્તિ માટે ખડી બોલીનો સ્વીકાર કર્યો. હિન્દી કવિતાના ઈતિહાસમાં ગુપ્તાજીનું આ મોટું યોગદાન રહ્યું છે.
પવિત્રતા, નૈતિકતા અને પરંપરાગત માનવીય સંબંધોની રક્ષા ગુપ્તજીની કવિતાનો પ્રથમ ગુણ માનવામાં આવે છે. જયદ્રથ-વધ, ભારત-ભારતી, પંચવટી, યશોધરા, દ્વાપર, સિદ્ધરાજ, નહુષ, અંજલિ ઔર અર્ધ્વ, અજિત, અર્જન ઔર વિસર્જન, કાબા ઔર કરબલા, કિસાન, કુણાલ ગીત, ગુરુ તેગ બહાદુર, ગુરુકુલ, જય ભારત, ઝંકાર, પૃથ્વીપુત્ર, મેઘનાદ વધ, સૈરન્ધ્રી, સાકેત વગેરે તેમના કાવ્યસંગ્રહો, ખંડકાવ્યો અને મહાકાવ્યો છે. તેમણે પોતાના યુગધર્મનું નિષ્ઠા અને સાધના સાથે પાલન કર્યું હોવાથી તેમને ‘રાષ્ટ્ર કવિ’નું બિરુદ અપાયું છે.
ઇ.સ ૧૯૩૨માં પ્રકાશિત કાવ્યસંચય ‘સાકેત’ તેમની ઉત્તમ કાવ્યકૃતિ છે. તેમાં તેમની સર્જકતાનો ઊંચો ભાવ-વિસ્તાર પ્રગટ થયો છે. ઈ.સ. ૧૯૫૦માં તેમણે ‘હિડિમ્બા’ની રચના કરીને તેમની જનભાવનાને નવો અને સમયોચિત વિસ્તાર આપ્યો હતો. તે દ્વારા સ્વતંત્ર ભારતના મહત્ત્વના અંગ ગણાતા વનવાસી અને આદિવાસી પ્રજા તરફ તેમણે સૌનું ધ્યાન દોર્યું હતું. તેમની મોટાભાગની કાવ્યરચના રામાયણ અને મહાભારત પર આધારિત છે. ‘હિડિમ્બા’ મહાભારતના એક પ્રસંગ પર આધારિત છે. તેમાં તેમણે પ્રજાની મૂળભૂત એકતા અને ભિન્ન ભિન્ન સંસ્કારોના આદાન-પ્રદાન અને વિકાસની મૂલવણી કરી છે. ઈ.સ. ૧૯૫૬માં પ્રગટેલી કૃતિ ‘રાજા-પ્રજા’માં અતીત કે પુરાણનો આધાર લેવાયો નથી. તેમાં તેમણે પ્રર્વતમાન સ્થિતિનું સીધું ચિંતન રજૂ કર્યું છે. ઈ.સ. ૧૯૪૦-૪૧માં તેમણે કારાવાસ વેઠયો હતો તે દરમિયાન તેમણે ‘અજિત’ નામની કૃતિ રચી હતી. તેમાં તેમણે અપરાધીઓ અને ડાકુઓ તરફ માનવતાવાદી દૃષ્ટિ રાખવાની હાકલ કરી હતી.
આ પ્રતિષ્ઠિત કવિને અનેક સન્માન-પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા. ઈ.સ. ૧૯૫૪ની સાલમાં તેમને ‘પદ્મભૂષણ’નો ખિતાબ અપાયો હતો. ૧૨ ડિસેમ્બર ૧૯૬૫ના દિવસે તેમનું દેહાવસાન થયું હતું.
આ રાષ્ટ્રવાદી કવિના ‘ભારત માતા કા યહ મંદિર’ શિર્ષક હેઠળના ગીતમાં જનતંત્રની ભાવનાનું ઉત્કૃષ્ટ નિરૂપણ થયું છે. તેઓ વિશ્ર્વબંધુત્વના પક્ષકાર હતા તો રાષ્ટ્રીય ભાવના સાથે અતૂટ જોડાયેલા રહ્યા હતા. રાષ્ટ્રની સમાનતા અને સ્વતંત્રતાનાં ગીતોના સર્જકની એક રચનાનું હવે રસદર્શન કરીએ. પ્રસ્તુત ગીતરચનામાં પ્રેમ અને અહિંસાના આધાર પર સંગઠિત થઈને રહેવાનું – જીવવાનું આહ્વાન અપાયું છે. તેમની આ રચના પ્રેરક, દિલસ્પર્શી અને આસ્વાદ્ય છે:
ભારત માતા કા યહ મંદિર
સમતા કા સંવાદ જહાં,
સબ કા શિવ કલ્યાણ યહાં હૈ
પાવે સભી પ્રસાદ યહાં.
જાતિ-ધર્મ યા સંપ્રદાય કા
નહીં ભેદ-વ્યવધાન યહાં,
સબકા સ્વાગત, સબકા આદર
સબકા સમ સમ્માન યહાં
રામ, રહીમ, બુદ્ધ, ઈસા કા
સુલભ એક સા ધ્યાન યહાં,
ભિન્ન ભિન્ન ભવ સંસ્કૃતિયોં કે
ગુણ ગૌરવ કા જ્ઞાન યહાં.
નહીં ચાહિયે બુદ્ધિ બૈર કી
ભલા પ્રેમ કા ઉન્માદ યહાં,
સબ કા શિવ કલ્યાણ યહાં હૈ
પાવેં સભી પ્રસાદ યહાં.
સબ તીર્થોં કા એક તીર્થ યહ
હૃદય પવિત્ર બના લેં હમ,
આઓ યહાં અજાતશત્રુ બન
સબ કો મિત્ર બના લેં હમ,
રેખએં પ્રસ્તુત હૈં, અપને
મન કે ચિત્ર બના લેં હમ,
સૌ-સૌ આદર્શો કો લે કર
એક ચરિત્ર બના લેં હમ.
બૈઠો માતા કે આંગન મેં
નાતા ભાઈ-બહન કા,
સમઝે ઉસ કી પ્રસવ વેદના
વહી લાલ હૈ માઈ કા,
એક સાથ મિલ બાંટ લો
અપના હર્ષ વિષાદ યહાં,
સબ કા શિવ કલ્યાણ યહાં હૈ
પાવેં સભી પ્રસાદ યહાં.
મૈંથિલીશરણજીનાં ઊર્મિગીતોમાં લૌકિક પ્રેમની અભિવ્યક્તિના તાણાવાણા જોવા મળે છે. તેમની આ પ્રકાર-વર્ગની કવિતા મુખર અને સ્થૂળ નથી, પણ કોમળ અને સૂક્ષ્મ છે. પોતાની સહેલી-બહેનપણીને સંબોધીને લખાયેલ પ્રેમ, ઊર્મિ અને આવેગથી સભર એક ગીતમાં પ્રેમ પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ ભાવકોને ભીંજવી દે તે રીતે વણાયેલો જોવા મળે છે. અંતમાં, તે ગીતનો આસ્વાદ કરીએ:
સભી, યે મુઝસે કહકર જાતે,
કહ, તો કયા મુઝકો વે અપની
પથ-બાધા હી પાતે?
મુઝકો બહુત ઉન્હોંને માના,
ફિર ભી કયા પૂરા પહચાના?
મૈંને મુખ્ય ઉસી કો જાના
જો વે મન મેં બાતે,
સખિ, વે મુઝસે કહકર જાતે.
સ્વયં સુસજ્જિત કર કે ક્ષણ મેં,
પ્રિયતમ કો, પ્રાણોં કે પણ મેં,
હમીં ભેજ દેતી હૈં રણ મેં-
ક્ષાત્ર-ધર્મ કે નાતે,
સખિ, વે મુજસે કહકર જાતે.
ગયે, લૌટ ભી વે આયેંગે,
કુછ અપૂર્વ-અનુપમ લાવેંગે,
રોતે પ્રાણ ઉન્હેં પાવેંગે,
પર કયા ગાતે-ગાતે?
સખિ, વે મુઝસે કહકર જાતે.
પ્રિયતમનો વિરહ-ઝુરાપો પ્રિયતમાને કેવી સ્થિતિમાં મૂકી દે છે તેનું અહીં બોલચાલની ભાષામાં વર્ણન કરાયું છે. આમ, આ ગીત વિશેષ દરજ્જો પણ ધરાવે છે.

1 thought on “તેરી મિટ્ટી મેં સોના હૈ, તૂ અપને કો તોલ,અરે ભારત! ઊઠ, આંખેં ખોલ!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.