રસ્તા પરના સ્પીડ બ્રેકરના કારણે ગણેશમંડળોને મૂર્તિ લાવવાનું ટેન્શન

આમચી મુંબઈ

(અક્ષત શાહ)

ગણેશોત્સવ નજીક છે ત્યારે મોટાભાગના મંડળો તેમના ગણપતિની મૂર્તિની સ્થાપના કરવાની તૈયારીમાં લાગી ગયા છે. મુંબઈનાં અનેક મંડળોને રસ્તા પરના ખાડાનું ટેન્શન છે. ત્યારે મલાડ (ઈસ્ટ)નાં ગણેશમંડળોને કંઈ અલગ જ સમસ્યા છે. મલાડ (પૂર્વ)માં ધનજીવાડીના, અને ખોત કૂવા રોડના ગણેશમંડળોનું નવા બનેલા સિમેંટ કોન્ક્રીટ રોડની પરના સ્પીડ બ્રેકરે ટેન્શન વધાર્યું છે.સ્પીડ બ્રેકરના કારણે ગણેશમૂર્તિને લાવવામાં અડચણ આવી શકે છે, તેથી આ ગણેશમંડળો પાલિકાની પી-ઉતર વોર્ડમાં આ સ્પીડ બ્રેકરને લેવલ કરવા માટે લેખિતમાં માગણી કરવાના છે.
મલાડ (ઈસ્ટ)ના મોટાભાગના ગણેશમંડળો આગમન અને વિસર્જન માટે આ માર્ગનો ઉપયોગ કરે છે અને તે રસ્તા પર જ આ સ્પીડ બ્રેકરને કારણે અડચણ થવાની શક્યતા છે. ઊંચી ગણેશમૂર્તિને લાવતાં મંડળોને રસ્તાના વચ્ચેના સ્પીડ બ્રેકર નડે છે. આદર્શધામ નવરાત્રી મિત્ર મંડળ (ધનજીવાડી ચા રાજા)ના નામથી પ્રખ્યાત જેમને સ્પીડ બ્રેકરના કારણે તેમની ૨૪ ફૂટની ગણેશમૂર્તિને લાવવામાં અડચણ થઈ શકે છે અને તે જ કારણે તેઓ પાલિકાને પત્ર લખવાના છે, જેમા સ્પીડ બ્રેકરને લેવલ કરવાની અરજી કરવાના છે.
બાપા સીતારામ મિત્ર મંડળના અધ્યક્ષ અનિલ અલકુંટે જણાવ્યું હતું કે તેમના મંડળને મૂર્તિના આગમન અને વિસર્જન વખતે તે સ્પીડ બ્રેકરના કારણે મુશ્કેલી થઈ શકે છે તો તે પણ પાલિકાને લેટર લખવાના છે, જેમા આ સ્પીડ બ્રેકરનું લેવલ કરવાની માગણી કરશે. વડારીપાડાના વડાર તરુણ મિત્ર મંડળના અધ્યક્ષ શ્રવણે જણાવ્યું હતું કે તેઓની મૂર્તીની લાંબી ઉંચાઈના લીધે ત્યાંના રસ્તા ખરાબ હોવાના કારણે મૂર્તિ અંદર નહીં લઈ શકે અને આ વખતે તેઓ મંડપને મેેન રોડ પર બાંધ્યો છે.
જોકે પાલિકાએ સિમેંટ કોન્ક્રીટ રોડ તો બનાવ્યો પણ સ્પીડ બ્રેકર બધા માટે ટેન્શનનું કારણ
બન્યું છે. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.