કર્ણાટકના મેંગલુરુમાં યુવકની હત્યા બાદ માહોલ તંગ: કલમ 144 લાગુ, છેલ્લા 8 દિવસમાં 3 હત્યા

ટૉપ ન્યૂઝ

કર્ણાટકના મેંગલુરુના સુરતકલમાં ગુરુવારે સાંજે માસ્ક પહેરેલા હુમલાખોરોએ એક દુકાનની બહાર એક યુવાન પર હુમલો કરી મોતને ઘાટ ઉતરી દીધો હતો. યુવાનું નામ ફાઝીલ હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા છે. નોંધનીય છે કે મંગળવારે રાત્રે કર્ણાટકના બેલ્લારેમાં ભાજપ યુવા પાંખના નેતા પ્રવીણ નેતારુની હત્યા બાદ ઉભા થયેલા તંગદીલી ભર્યા માહોલ વચ્ચે આ હત્યા થતા ભરેલા અગ્નિ જેવો માહોલ ઉભો થયો છે. જેને જોતા પોલીસ દ્વારા સસ્થિતિ નિયંત્રણમાં રાખવા જરૂરી તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. પોલીસે સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દીધી છે. છેલ્લા એક સપ્તાહમાં દક્ષિણ કન્નડ જિલ્લામાં હત્યાનો આ ત્રીજો કેસ છે.
જિલ્લામાં સતત થઇ રહેલી હત્યાઓ અંગે સીએમ બસવરાજ બોમ્મઈએ કહ્યું હતું કે, અમારા માટે તમામ લોકોના જીવન કિંમતી અને એક સમાન છે. અમે ત્રણેય હત્યા કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જરૂર પડશે તો જરૂરી પગલાં લેવામાં આવશે. યુપી મોડલ પ્રમાણે પણ કાર્યવાહી થઇ શકે છે અને કર્ણાટક મોડલ પ્રમાણે પણ.
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે યુવાન એક પરિચિત સાથે વાત કરી રહ્યો હતો ત્યારે હુમલાખોરો કારમાંથી નીચે ઉતર્યા અને તેની તરફ દોડ્યા અને તેના પર હુમલો કર્યો. હુમલાખોરોએ કાળા કપડાના માસ્કથી ચહેરા ઢાંકી રાખ્યા હતા. હુમલાખોરો એ યુવાનને લાકડીના ઘા માર્યા હતા જેણે કારણે તેને ગંભીર ઈજા પહોંચી હતી. હુમલાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ભારે સુરક્ષા વ્યવસ્થા અને ભીડ વચ્ચે આજે યુવાનની અંતિમક્રિયા કરવામાં આવી હતી.
મેંગ્લોરના પોલીસ કમિશનર એન.શશીકુમારે આ સમગ્ર મામલાને લઈને જણાવ્યું કે, અમે તમામ મુસ્લિમ નેતાઓને તેમના ઘરે જ નમાજ અદા કરવાની અપીલ કરી છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે. આ વિસ્તારની તમામ દારૂની દુકાનો 29 જુલાઈના રોજ સંપૂર્ણપણે બંધ રહેશે. અમે ઘટનાસ્થળે હાજર સાક્ષીઓ સાથે વાત કરી રહ્યા છીએ. સુરતકલ પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કલમ 144 લાગુ કરવામાં આવી છે.
ફાઝીલ નામનો આ યુવક પોલીસનો બાતમીદાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, એટલા માટે પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.