ભચાઉ નજીક આધોઇ નદીમાં ઘોડાપૂર આવતાં દસ ગામો વિખૂટા પડ્યા: રાપરમાં બે દિવસમાં આઠ ઇંચ વરસાદ

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: કચ્છના વાગડ વિસ્તાર પર રીઝેલા મેઘરાજાએ સતત બીજા દિવસે વ્હાલ વરસાવી વધુ ત્રણ ઇંચ પાણી વરસાવતાં લોકો ખુશખુશાલ થયા છે. વાગડ ઉપરાંત આ મોસમનો સૌથી વધુ ૭૪૦ મિ.મી. જેટલો ભારે વરસાદ પડી ગયો છે તે બંદરીય મુંદરા તાલુકામાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો, માંડવી, અબડાસા, ગાંધીધામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને માત્ર ઝાપટાંઓથી સંતોષ માનવો પડ્યો હતો. ભચાઉ શહેર અને તાલુકામાં બે દિવસમાં છ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. ભારે વરસાદથી આધોઈ નજીકની નદી બે કાંઠે વહી નીકળતાં અધોઇ સાથે જોડાયેલા આઠથી દસ જેટલા ગામોનો રસ્તો બંધ થતાં આ ગામો સંપર્કવિહોણા બન્યા છે.
ચોમાસાના બીજા દોરમાં વાગડ વિસ્તારમાં ૧૦૦ ટકા વરસાદ વરસ્યો છે. છ ઇંચ બાદ રાપરમાં વધુ ત્રણ ઇંચ વરસાદ પડી જતાં બે દિવસમાં તાલુકામાં૭ ઇંચ વરસાદ થયો છે જયારે આ તાલુકાના રવેચી, જેસડા, સુદાણામાં આઠ ઇંચ જેટલો ભારે વરસાદ થતાં પ્રસિદ્ધ રવેચી મંદિર અને મોટી રવ વિસ્તારમાં ભારે વરસાદના પગલે મોણકા બેટ અને મોટી રવનો મુખ્ય માર્ગ ક્ષતિગ્રસ્ત થતાં મોટી રવથી મોણકા બેટ, અને ગાંગતા બેટ, ખોડિયાર વાંઢ, લાકડા વાંઢ સહિતનો વિસ્તાર વિખૂટો પડી જતાં મામલતદાર સહિતની ટીમ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.
રવની ફુલકી નદીમાં પણ ઘોડાપૂર આવ્યા હતા, જેના કારણે આ વિસ્તારનો સૌથી મોટો લાકડા ડેમ પણ છલકાઇ ગયો છે. આ ઉપરાંત ગાગોદર, કિડિયાનગર, સાય, કાનમેર, મેવાસા, ચિત્રોડ હાઇવે પટ્ટી આસપાસના ગ્રામ્ય મથકોમાં ધીમી ધારે વરસાદ જારી રહેતાં ખેતરો તળાવમાં ફેરવાઇ જતાં ઊભો પાક બચાવવા ખેડૂતોને જહેમત ઉઠાવવી પડી રહી છે.
બીજી તરફ, ભચાઉ શહેર અને તાલુકામાં બે દિવસમાં છ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે.
ભચાઉ તાલુકાના કાંઠાળ પટ્ટાના સામખિયાળી, છાડવારા, આમલીયારા, જંગી, ગોડપર, મોડપર, આધોઇ સહિતના ગામોમાં બેથી અઢી ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.
ભારે વરસાદથી આધોઈ નજીકની નદી બે કાંઠે વહી નીકળતાં અધોઇ સાથે જોડાયેલા આઠથી દસ જેટલા ગામોનો રસ્તો બંધ થતાં આ ગામો સંપર્કવિહોણા બન્યા છે. નખત્રાણામાં પણ દિવસ દરમ્યાન ઝરમર ઝાપટાંથી પોણો ઇંચ વરસાદ વરસ્યો છે જયારે તાલુકાના અન્ય વિસ્તારોમાં એકથી દોઢ ઈંચ પાણી પડતા ગામની સાંકડી ગલીઓમાંથી જોશભેર પાણી વહી નીકળ્યા હતા. પાવરપટ્ટી વિસ્તારમાં દિવસભર વરસાદી માહોલ રહ્યો હતો અને અહીં એક ઇંચ વરસાદ પડ્યો હતો. સીમાવર્તી લખપત તાલુકામાં ધીમીધારે ત્રણ ઇંચ વરસાદ થયો છે.
અંજાર શહેર અને તાલુકામાં ભારે વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં અને બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.