Homeઆમચી મુંબઈ15મી ફેબ્રુઆરી પછી વધુ ગરમી સહન કરવા તૈયાર રહેજો...

15મી ફેબ્રુઆરી પછી વધુ ગરમી સહન કરવા તૈયાર રહેજો…

મુંબઈઃ હજી તો માંડ ફેબ્રુઆરી મહિનો અડધો પૂરો થયો છે ત્યાં મુંબઈગરાઓ તડકામાં પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. 15 ફેબ્રુઆરી બાદ મહારાષ્ટ્રના તાપમાનમાં હજી વધારો થશે એવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. મુંબઈની વાત કરીએ તો મુંબઈમાંથી ઠંડીએ વિદાય લઈ લીધી છે અને મહત્તમ તાપમાનમાં મોટો વધારો જોવા મળ્યો છે. મુંબઈમાં ગઈ કાલની સરખમાણીએ તાપમાનમાં 7.6 ડિગ્રી સેલ્સિયસનો વધારો જોવા મળ્યો હતો.
મુંબઈના તાપમાનમાં છેલ્લાં બે-ત્રણ દિવસથી વધારો જોવા મળી રહ્યો હોઈ મુંબઈનું મેક્સિમમ ટેમ્પરેચર 36 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યુ છે. મુંબઈના સાંતાક્રુઝ ખાતે લઘુત્તમ તાપમાન 24.2 અને કોલાબામાં 23.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું હતું. રવિવારે મુંબઈના સાંતાક્રુઝ ખાતે લઘુત્તમ તાપમાન 16.6 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું હતું. તાપમાનમાં વધારો થતાં મુંબઈગરા ફેબ્રુઆરી મહિનામાં એપ્રિલ મહિનાની ગરમીનો અહેસાસ કરી રહ્યા છે.
મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે અને આવતી કાલે (14મી ફેબ્રુઆરીના) બંને ઠેકાણે લઘુત્તમ તાપમાન ઓછં જ જોવા મળશે. પરંતુ 15મી ફેબ્રુઆરી બાદ તાપમાનમાં વધારો જોવા મળે એવો અંદાજો હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
દરમિયાન મહારાષ્ટ્રની રાજધાની મુંબઈની વાત કરીએ છે ગયા અઠવાડિયાના અંતથી જ મુંબઈગરાઓ પર સૂર્યનારાયણ પોતાની અસીમ કૃપા વરસાવી રહ્યા છે અને મુંબઈમાં રવિવારે મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ જેટલું જોવા મળ્યું હતું. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ઉષ્ણતાનું મોજું ફરી વળ્યું છે તેથી બપોરના સમયે બહાર તડકામાં ફરતી વખતે કાળજી રાખવાની સલાહ નિષ્ણાતો દ્વારા આપવામાં આવી છે.
મુંબઈગરા હજી તો શિયાળાની મોજ માણી કે નહીં માણી ત્યાં સુધી તો ગરમી પડવા લાગી. દરમિયાન આવી પરિસ્થિતિમાં પણ મુંબઈગરાઓએ કાળજી કરવાનું કારણ નથી. બપોરના સમયે બહાર તડકામાં જતી વખતે પાણીની બોટલ અને તડકાથી બચવા માટે આવશ્યક ઉપાયયોજના કરવાની ભલામણ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. શક્ય હોય એટલું વધુમાં વધુ પાણી પીને બોડીને હાઈડ્રેટ રાખો. લીંબુ પાણી, જ્યુસ, શરબત થોડા થોડા સમય પર પીતા રહેવું જોઈએ. બાળકોને પણ ઉનાળામાં કોટનના કપડાં પહેરાવો, કારણ કે આ કાપડ પરસેવો તરત જ શોષી લે છે. આ સિવાય આ કપડાં લાઈટ કલરના હોય એનું ખાસ ધ્યાન રાખો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular