BJPના સસ્પેન્ડેડ MLA T Raja Singhની બીજી વાર થઈ ધરપકડ, હાલમાં જ કોર્ટે આપ્યા હતાં જામીન

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પયગંબર મોહમ્મગ વિરુદ્ધ વિવાદાસ્પદ ટીપ્પણીના આરોપમાં હૈદરાબાદ પોલીસે ભાજપના સસ્પેન્ડેડ નેતા ટી રાજા સિંહની બીજી વાર ધરપકડ કરી હોવાની માહિતી મળી છે. ભાજપ નેતાએ કરેલી ટિપ્પણી બાદ 23 ઓગસ્ટના દિવસે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયા હતાં અને નેતાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. ટી રાજા સિંહ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો, જે બાદ કોર્ટે રિમાન્ડ ઓર્ડર પાછો ખેંચીને તેમને જામીન આપ્યા ગતાં.

હૈદરાબાદમાં હજુ સુધી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે અને નારાજ લોકોએ દેખાવકારોએ ટી રાજાના નિવેદનની સરખામણી પૂર્વ ભાજપ પ્રવક્તા નૂપુર શર્માના નિવેદન સાથે કરી હતી.

ટી રાજાએ મંગળવારે 23 ઓગસ્ટે કોમેડિયન મુનવ્વર ફારુકી પર હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. આ વીડિયોમાં પૈગંબર મોહમ્મદ માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે તેમણે તેને પછીથી મજાક ગણાવી હતી, જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને હૈદરાબાદમાં માહોલ બગડ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.