Homeટોપ ન્યૂઝતેલંગાણા: TRS વિધાનસભ્યોને 250 કરોડની ઓફર કરનાર 'BJP એજન્ટ'ની ધરપકડ, મોટી માત્રામાં...

તેલંગાણા: TRS વિધાનસભ્યોને 250 કરોડની ઓફર કરનાર ‘BJP એજન્ટ’ની ધરપકડ, મોટી માત્રામાં રોકડ જપ્ત

તેલંગાણા પોલીસે બુધવારે રાત્રે હૈદરાબાદ પાસેનાના એક ફાર્મહાઉસમાંથી મોટી માત્રામાં રોકડ રકમ જપ્ત કરી હતી, જે શાસક પક્ષ ‘તેલંગાણા રાષ્ટ્ર સમિતિ’ (TRS) ના ચાર વિધાનસભ્યોને પદ છોડવા માટે આપવામાં આવનાર હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે ચાર વિધાનસભ્યોને કુલ 250 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. તે જ સમયે, પોલીસે ફાર્મહાઉસ પર હાજર એક કારમાંથી 15 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. આરોપીઓ બીજેપી એજન્ટ હોવાનો દાવો TRS કરી રહી છે.
TRS સોશિયલ મીડિયા કન્વીનર એમ કૃષ્ણકે ટ્વીટ કર્યું કે “કેસીઆરજીની સરકાર વિરુદ્ધ ભાજપના ટોચના નેતાઓ દ્વારા આ એક કાવતરું હતું.” તેમણે કેન્દ્રીય પ્રધાન જી કિશન રેડ્ડી સાથે ધરપકડ કરાયેલા લોકોની તસવીરો શેર કરી હતી.
બીજેપી નેતા અને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડીકે અરુણાએ કહ્યું કે તે ટીઆરએસ પ્રમુખ અને મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવની વધુ એક નૌટંકી છે.
સાયબરાબાદના પોલીસ કમિશનરના જણાવ્યા પ્રમાણે પોલીસે TRS વિધાનસભ્યોની સૂચનાને આધારે ફાર્મહાઉસ પર દરોડો પાડ્યો હતો. વિધાનસભ્યોએ પોલીસને કહ્યું હતું કે તેમને મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની પાર્ટી છોડવા માટે લાલચ આપવામાં આવી રહી છે. કમિશનરે જણાવ્યું હતું કે વિધાનસભ્યોએ પોલીસને જાણ કરી હતી કે ફાર્મહાઉસ પર હાજર ત્રણ માણસોએ તેમને પૈસા, કામના કરાર અને હોદ્દાની લાલચ આપીને શાસક પક્ષ સામે બળવો કરવા કહ્યું હતું.
પોલીસ કમિશનરના જણાવ્યા આરોપીઓ સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને તપાસ ચાલુ છે.

RELATED ARTICLES

Most Popular