સરખી રીતે વાંચી પણ ન શકે એટલું ઉચ્ચ કોટિનું જ્ઞાન આપવા બદલ તેજસ્વી યાદવના ગુરુને મારા પ્રણામઃ ભાજપ

દેશ વિદેશ

ગુરુ પૂર્ણિમાના અવસરે ભાજપે તેજસ્વીના ગુરુને નમન કર્યા છે. સાથે જ ભાજપે તેજસ્વીને ફરી હાઇ સ્કૂલમાં એડમિશન લેવાની સલાહ આપી છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા અરવિંદ કુમાર સિંહે તેજસ્વી યાદવને વિધાનસભાના શતાબ્દી સમાપન સમારોહમાં તેમની અશિક્ષાને કારણે બિહારને નીચાજોણું થયું. એક પાના પર લખેલા ભાષણને પણ તેઓ સરખી રીચે વાંચી શકયા નહીં. જે રાજ્યના નેતા એક લખેલો પત્ર વાંચી શકયા નહીં એ રાજ્ય વિશે લોકો શું શું વાતો કરશે.
ભાજપના પ્રવક્તાએ કહ્યું હતું કે કરોડોની સંપત્તિ ભ્રષ્ટાચારના બળે જમા કરી શકાય છે, પણ વિદ્યા મહેનતથી જ આવે છે. જ્ઞાનને ખરીદી શકાય નહીં. મંગળવારે બિહાર વિધાનસભાના શતાબ્દી સમારોહમાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવ ચાર મિનિટના ભાષણમાં પાંચ વાર અટક્યા. કાગળ પર લખેલા ભાષણને વાંચવામાં પણ તેઓ અસહજ હતા. એ પછી તેજસ્વી યાદવના ભાષણની ખૂબ ચર્ચા થઇ રહી છે. સોશિયલ મીડિયા પર પણ તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
આને લઇને કટાક્ષ કરતા ભાજપના પ્રવક્તાએ કહ્યું હતું કે ગુરુ પૂર્ણિમાના અવસરે હું વિપક્ષના નેતા તેજસ્વી યાદવને શિક્ષા આપનારા ગુરુને નમન કરું છું, કારણ કે તમે તેજસ્વી યાદવને એટલું ઉચ્ચ કોટિનું શિક્ષણ આપ્યું કે તેઓ સરખી રીતે વાંચી પણ શકતા નથી. વિધાનસભામાં જે થયુ તેનાથી બોધપાઠ લઈને તેજસ્વી યાદવે કોઇ હાઈ સ્કૂલમાં એડમિશન લઇ લેવુ જોઇએ.

1 thought on “સરખી રીતે વાંચી પણ ન શકે એટલું ઉચ્ચ કોટિનું જ્ઞાન આપવા બદલ તેજસ્વી યાદવના ગુરુને મારા પ્રણામઃ ભાજપ

  1. Tejaswi (!) shone (!) in Bihar Assembly. Any wonder Bihar has been gracing the bottom of the states’ list? Having said that this is a wake up call for those states where education is in dire need of attention. Leaders will come and will be elected by the uneducated and dare I say, ignorant masses. In that case the country will sink to the least common denominator. Hardly a prospect to aspire to.

vasant Joshi ને પ્રતિશાદ આપો જવાબ રદ કરો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.