હમ તો દિલ સે હારે! તેજસ્વી અને કરન કુંદ્રાની રોમાન્ટિક તસવીરો થઈ વાયરલ, ચાહકો થયા ફિદા

ફિલ્મી ફંડા

ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ અને કરન કુંદ્રા તેમના લવ અફેરને કારણે અવારનવાર ચર્ચાનું કારણ બનતા હોય છે ત્યારે તાજેતરમાં તેજસ્વીએ એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં તે ગોલ્ડન અને બ્લેક શેડ વાળા લહેંગામાં નજરે ચડી રહી છે અને કરન પણ બ્રાઉન કલરના સ્ટાઈલિશ શર્ટ અને બ્લેક ટ્રાઉઝરમાં ડેશિંગ લાગી રહ્યો છે. બંનેની જોડીને ચાહકો ખૂબ જ પ્રેમ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Tejasswi Prakash (@tejasswiprakash)

 

તેજસ્વીએ તસવીરો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, કાંચની જેમ નાજુક હોય છે કેટલીક ચીજો, અજાણતાં જ આપણે તેને પ્રેમ કરવા લાગીએ છીએ. તમે જેવા છો તેવા રહેવા માટે આભાર. કરન કુંદ્રાએ તેજસ્વીની પોસ્ટ પર કમેન્ટ કરીને લખ્યું હતું કે, ‘Awwwie Babbyyy’

ટીવી ઈન્ડસ્ટ્રીનું આ કપલ ક્યારે લગ્નના બંધનમાં બંધાશે એ વિશે હજુ કોઈ માહિતી આપી નથી. જ્યારે એક ઈન્ટરવ્યૂમાં તેજસ્વી પ્રકાશને જ્યારે પૂછમાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે, હાલમાં અમે અમારા કામ પર ફોકસ કરી રહ્યા છીએ, અમારા પાસે વાત કરવાનો પણ સમય નથી હોતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.