Homeટોપ ન્યૂઝતેજસ્વી યાદવ ત્રીજી વાર સીબીઆઈ સમક્ષ ઉપસ્થિત નહીં થયા, જાણો હવે શું...

તેજસ્વી યાદવ ત્રીજી વાર સીબીઆઈ સમક્ષ ઉપસ્થિત નહીં થયા, જાણો હવે શું થશે

બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવને સીબીઆઈ દ્વારા પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા હતા. ત્રીજી વખત તેજસ્વી યાદવે સીબીઆઈના કોલની અવગણના કરી છે. બીજી તરફ બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ યાદવ, પત્ની રાબડી દેવી અને પુત્રી મીસા ભારતી આજે સીબીઆઈ કોર્ટમાં હાજર થયા છે. સીબીઆઈ દ્વારા તેમને પહેલા 4 માર્ચ, પછી 11 માર્ચ અને ફરીથી 14 માર્ચે પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું.

તેજસ્વીની ધરપકડ પણ થઈ શકે છે: નોકરી માટે જમીન કૌભાંડ કેસમાં EDની એન્ટ્રી બાદ તેજસ્વી યાદવની મુશ્કેલીઓ વધી શકે છે. ત્રણ વખત સમન્સ પાઠવ્યા બાદ પણ આરજેડી નેતા સીબીઆઈ સમક્ષ હાજર થયા ન હતા. આવી સ્થિતિમાં તેમની ધરપકડ પણ થઈ શકે છે. બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવને અગાઉ 4 ફેબ્રુઆરીએ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું હતું, પરંતુ તેઓ CBI સમક્ષ હાજર થયા ન હતા. CBIએ ફરી એકવાર તેજસ્વી યાદવને સમન્સ મોકલ્યા હતા. અને ફરીથી બિહારના ડેપ્યુટી સીએમએ કેન્દ્રીય તપાસ એજન્સી પાસે સમય માંગ્યો હતો.

ED અનુસાર, લાલુના પરિવાર દ્વારા ગરીબ પરિવારો પાસેથી નોકરીના બદલામાં પ્રત્યેક પાસેથી 7 લાખ રૂપિયાની જમીન લેવામાં આવી હતી. ત્યારબાદ રાબડી દેવીએ આ જમીન આરજેડી ધારાસભ્ય અબુ દોજાનાને રુ.3.5 કરોડના નફામાં વેચી દીધી. આ ડીલમાંથી મળેલી રકમનો મોટો હિસ્સો તેજસ્વી યાદવને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

Rabri Lalu at Court
(Photo Source: ANI)

EDએ ગુનામાંથી મળેલી રૂ. 600 કરોડની આવક, રૂ. 350 કરોડની સ્થાવર મિલકત, રૂ. 250 કરોડના અનેક બેનામીદાર વ્યવહારો પણ જાહેર કર્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એ પણ જણાવ્યું છે કે તત્કાલિન રેલ્વે પ્રધાને ગરીબ પરિવારોના ઉમેદવારોને નોકરી આપવા માટે તેમની પાસેથી પટના સહિત અન્ય ઘણી જગ્યાએ જમીન લીધી હતી, જેની બજાર કિંમત આજના સમયમાં 200 કરોડથી વધુ છે. આ જમીન પર તેમણ ગેરકાયદે કબજો કર્યો છે.

લાલુ અને રાબડી રાઉસ એવન્યુ કોર્ટ પહોંચ્યા: લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને મીસા ભારતી નોકરીના બદલામાં જમીન કૌભાંડ કેસમાં પૂછપરછ માટે રાઉઝ કોર્ટ એવન્યુ પહોંચ્યા છે. મીસા ભારતી અને રાબડી દેવી બંનેની સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવશે.

Land for job scam શું છે? : Land for job scam નો મામલો લાલુ યાદવ ભારતના રેલ્વે પ્રધાન હતા ત્યારનો છે. પૂર્વ રેલવે પ્રધાન લાલુ પર 2004 થી 2007 વચ્ચે રેલ્વે વિભાગમાં ભરતી માટે ઉમેદવારો પાસેથી જમીન લેવાનો આરોપ છે. એવો પણ આરોપ છે કે જે પણ જમીન લેવામાં આવી હતી તે લાલુ યાદવની પત્ની રાબડી દેવી અને પુત્રી મીસા ભારતીના નામે લેવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular