મુંબઈગરા માટે ઝડપી અને સસ્તા પરિવહન માટે લોકલ ટ્રેન અને બેસ્ટની બસ પરની નિર્ભરતા ઘટાડવાનું જરુરી છે. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકારના ગઠન પછી મુંબઈના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામકાજમાં ગતિ આવી છે. ગયા વર્ષે મેટ્રો-ટૂએ અને સેવન ફર્સ્ટ ફેઝ ચાલુ કરાયો હતો, જે પ્રોજેક્ટનું કામકાજ અંતિમ તબક્કામાં છે. હવે બીજા તબક્કાના ભાગરૂપે દહીસરથી અંધેરી અને દહીસર પૂર્વથી અંધેરી પૂર્વ વચ્ચે મેટ્રો ટ્રેન દોડાવાશે, ત્યારે અંતિમ તબક્કાના મેટ્રો ટ્રેનના ટ્રાયલ રનની તસવીર. (જયપ્રકાશ કેળકર)