‘સામના’માં કરાઈ સ્પષ્ટતા દૂધ અને દહીં એમ બંનેમાં પગ રાખવા માંગે છે ઉદ્વવ જૂથ?
પહેલાં તો ઉદ્વવ ઠાકરેનું નિવેદન કે વીર સાવરકરનો અપમાન અમે સહન નહીં કરીએ, અને હવે તરત જ સામનામાં વીર સાવરકર નામમાં જ તેજ છે અને ગાંધી પરિવાર જેટલો જ ત્યાગ સાવરકર પરિવારનો પણ છે જેવા ઉલ્લેખ સાથે પ્રસિદ્ધ થયેલ લેખ આખરે શું સુચવી રહ્યો છે? ભાજપની વિરુદ્ધ કોંગ્રેસ સાથે હાથ મેળવી સરકાર બનાવનાર ઉદ્વવ ઠાકરેની શિવસેના શું ફરી બીજેપી તરફ વળી રહી છે? શું કોંગ્રેસ અને ઉદ્વવ શિવસેનાના છૂટાછેડા થશે? શું આ આગામી લોકસભામાં મત મેળવવાનો સ્ટન્ટ છે? શું ઉદ્વવની શિવસેના બે નાવડીઓ પર સવાર થવા માંગે છે? વગેરે સવાલો રાજકીય વર્તુળોમાં થઇ રહ્યાં છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું સાંસદ પર રદ થયા બાદ તેમણે એક પત્રકાર પરિષદમાં તેઓ વીર સાવરકર જેવા ‘માફીવીર’ નથી એવું નિવેદન કરવામાં આવ્યું હતું. આ નિવેદન બાદ અચાનક ઉદ્વવ ઠાકરે અને એમની શિવસેના રાહુલ વિરુદ્ધ મેદાનમાં ઉતરી છે. ઉદ્વવ ઠાકરેએ રાહુલ ગાંધીને ચીમકી રુપ ભાષણ આપતા કહ્યું હતું કે અમે વીર સાવરકરનું અપમાન સહન નહી કરીએ. અને તરત જ સામનના અગ્રલેખમાં પણ આ વિષય પર વાત ઘણાં સંકેતો આપે છે. સામનાના લેખમાં લખવામાં આવ્યું છે કે, વીર સાવરકર તેમની જગ્યાએ ખૂબ મહાન છે. સાવરકર પર કારણ વગર ‘માફીવીર’ જેવા દોષ લગાવવાથી કોઇને લઢવાનું બળ મળશે નહીં. વીર સાવરકર આ નામમાં જ તેજ છે. વીર સાવરકર તેમના ભાઇ બાબારાવ સાવરકર અને એમના આખા પરિવારે દેશ માટે મોટો ત્યાગ આપ્યો છે. આ ત્યાગની અવહેલના કોઇ કરી શકે એમ નથી. આવા શબ્દોમાં રાહુલ ગાંધીના વિધાનને વખોડવામાં આવ્યું છે.
વધુમાં આ લેખમાં લખવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધી જે રીતે વીર સાવરકર માટે માનહાનીકારક વક્તવ્યો કરી રહ્યાં છે તેને કારણ તેમના પ્રત્યે લોકોમાં જે સહાનુભૂતિ આવી છે તે ઓછી થઇ રહી છે. આમા મહારાષ્ટ્રના કોંગ્રેસ નેતાઓને સૌથી મોટી મૂશ્કેલી થઇ રહી છે. એવો ઇશારો પણ શિવસેનાએ કોંગ્રેસને આપ્યો હતો. માનહાની બાબતે રાહુલ ગાંધીને સજા થઇ છે એ અન્યાય છે. પમ વીર સાવરકર અંગે વિધાનો કરી તેઓ જે સત્ય માટે લઢી રહ્યા છે તેવા સત્યનો વિજય થઇ શકશે નહીં. આવું સામનાના લેખમાં લખવામાં આવ્યું છે. રાહુલ ગાંધી શહિદોના પરિવારમાં જન્મ્યા છે એ વાત સાચી છે. મોતીલાલ નેહરુ, જવાહરલાલ નેહરુએ સ્વતંત્રતાની લઢાઇમાં પોતાનું સર્વસ્વ આપ્યું છે. તેમણે પોતાનો કાળો પૈસો અદાણીમાં રોકી વેપાર કર્યો નથી. તેમનું જીવન દેશ માટે સમર્પીત હતું. ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધીએ દેશ માટે બલીદાન આપ્યું છે. અને એમના બલીદાનની જાણ દેશને કાયમ રહેશે. પણ વીર સાવરકર તેમના ભાઇ બાબારાવ સાવરકર અને તેમના આખા પરિવારે દેશ માટે એટલો જ મહાન ત્યાગ કર્યો છે. એવા મહાન ત્યાગની અવહેલના કોઇ કરી શકશે નહીં તેવો ઉલ્લેખ પણ સામનાના આ લેખમાં કરવામાં આવ્યો છે.
ત્યારે ઉદ્વવ ઠાકરે અને સામનાના આ વર્તન બાદ શું ઉદ્વવ ઠાકરે દૂધમાં અને દહીંમાં પણ રહેવા માંગે છે, તેઓ આગામી ચૂંટણીમાં વધુ વોટ મેળવવા બે નાવડી પર સવાર થઇને સ્ટન્ટ કરી રહ્યાં છે જેવી અટકળો રાજકીય વર્તુળોમાં વહેતી થઇ હતી.