Gujarat Riots 2002: ગુજરાત ATSએ સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડની મુંબઈમાં તેમના ઘરેથી અટકાયત કરી

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Mumbai: ગુજરાત રમખાણ મામલે આજે શનિવારે ગુજરાત ATSએ સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડની મુંબઈમાંથી અટકાયત કરી છે. ATSની ટીમ બપોરે સેતલવાડના મુંબઈ સ્થિત ઘરમાં પહોંચી અને તેમને સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી.

હવે જાણકારી મળી રહી છે કે એટીએસ તિસ્તાને અમદાવાદ લઇને જઇ રહી છે. ATSની આ કાર્યવાહી અગાઉ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એક ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં સેતલવાડ પર વર્ષ 2002ના ગુજરાત રમખાણો અંગે પોલીસને આધારહિન માહિતી આપવાનો આરોપ લગાવ્યો હતો.

મળતી માહિતી મુજબ ગુજરાત ATSની બે ટીમો મુંબઈ પહોંચી હતી. એક ટીમ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન ગઈ હતી અને બીજી ટીમ મુંબઈ પોલીસ સાથે જુહુમાં તિસ્તા સેતલવાડના ઘરે ગઈ હતી. આ પછી ટીમે તેમણે કસ્ટડીમાં લીધા અને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. અહીંથી તેમને અમદાવાદ લઇ જવામાં આવી રહ્યા છે.

ગુજરાત રમખાણોને લઇને જાકિયા જાફરીની અરજી ફગાવતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે તિસ્તા સેતલવાડને લઇને સખત ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે તેના ચૂકાદામાં ફરી એકવાર નરેન્દ્ર મોદીને ક્નીચિટ આપી હતી અને તિસ્તા સેતલવાડને લઇને તપાસની જરૂરત હોવાનું કહ્યું હતું. તિસ્તા સેતલવાડના NGOએ પોલીસને રમખાણો અંગે આધારહિન જાણકારી આપી હોવાનું પણ કોર્ટે જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.