પ્રોટેક્ટિવ પેરન્ટિંગનો ભોગ બનેલા ટીનેજરો મુશ્કેલ પરિસ્થિતિ સામે લડી નથી શકતા

લાડકી

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

ઠવજ્ઞ ફળ ઈં? હું કોણ છું? કોઈ નામ કે અટક કે કામથી મળતી ઓળખાણ નહીં, પરંતુ અંદરથી એક વ્યક્તિ તરીકે હું શું છું? બહિર્મુખી છું કે અંતર્મુખી, આર્ટલવર છું કે સ્પોર્ટલવર? આશાવાદી છું કે તર્કબાજ? કયા વિષયમાં હું આગળ વધી શકું એમ છું? કયા પ્રકારના લોકો મને ગમે છે અને કઈ વસ્તુઓથી મને નફરત છે આવી અનેક બાબતોની ખોજ થકી સ્વયંને શોધવાની તાલાવેલી એટલે ‘ઈંમયક્ષશિંિું ભશિતશત’ જે ટીનેજમાં ઉત્પન્ન થવી અત્યંત જરૂરી છે.
પરંતુ પ્રશ્ર્ન એ છે કે આ ઉંમરે ઓળખ મેળવવાની તાલાવેલી લાગે છે શા માટે? કારણ કે ઈંમયક્ષશિંિું કે ઓળખ એ એક એવી જરૂરિયાત છે કે જેના કારણે જ તમે તમારી આસપાસની દુનિયા સાથે શક્ષયિંફિભિં એટલે કે સાયુજ્ય સાધી શકો છે. જો તમે તમારી ઓળખ પ્રસ્થાપિત કરી દીધેલી હોય તો એન્ક્ઝાયટી, મૂંઝવણ અને ગૂંચવણોથી જાતને બચાવી શકાતી હોય છે. જો તમને તરુણાવસ્થા દરમિયાન જ તમારી પસંદ-નાપસંદ વિશે ખ્યાલ આવી જાય તો એ તમને આગળ જતાં એક સાર્થક જીવન બનાવવામાં મદદરૂપ થાય છે.
વિશ્ર્વભરમાં ટીનેજ દરમિયાન ઉદ્ભવતા આ વિષય પર સર્વે થતા રહે છે, જેનાં આજ સુધી હંમેશાં ચોંકાવનારાં પરિણામો જ આપણને મળ્યાં છે જે મુજબ ટીનેજ પૂરી થવા આવે ત્યાં સુધી પોતે શું છે? શું કરવા માગે છે? શું કરી શકે એમ છે? આ બધી બાબતો પરત્વે કોઈ નક્કર નિર્ણયો પર ન પહોંચનાર તરુણો ડિપ્રેશન, હતાશા કે એન્ક્ઝાઈટી જેવા માનસિક રોગોનો સહેલો શિકાર બની બેસે છે, કારણ કે પોતાની આસપાસ ઓળખ નક્કી કરી બેસેલા તેના મિત્રો કે સહાધ્યાયીઓ જ્યારે સફળતાના એક પછી એક પડાવ પાર કરતા હોય ત્યારે તમારી નાની નિષ્ફળતા પણ વિશાળ લાગવી એ સહજ છે, જેનો આપણે સૌએ ક્યારેક ને ક્યારેક અનુભવ કર્યો જ હોય છે.
આર્જવ એક ખૂબ સારો ટેનિસ પ્લેયર છે. દિવસ-રાત મહેનત કરતો એ પંદર વર્ષનો તરુણ એક જ સપનું સેવે છે કે પોતાના દેશ માટે કંઈક જીતીને ચોક્કસ લાવવું જ છે. આર્જવના બાળપણનો શોખ હવે ટીનેજના પેશનમાં પરિવર્તિત થઈ ચૂક્યો છે એ બંને સ્થિતિ વચ્ચેનો તફાવત તેનાં માતા-પિતા પણ સુપેરે સમજે છે અને એટલે જ જ્યારે તેને અમુક એડ્વાન્સ ટ્રેનિંગ માટે થોડો વખત હોસ્ટેલમાં રહેવાની ફરજ પડી ત્યારે હજુ ટીનેજમાં પ્રવેશેલા એ નવાસવા તરુણે ચેલેન્જ સ્વીકારતાં સહેજ પણ વાર લગાડી નહીં, પરંતુ એ ઘટના તેના જીવન માટે ઘણી બધી રીતે મહત્ત્વપૂર્ણ સાબિત થવાની હતી તેનો ખ્યાલ કોઈનેય નહોતો. સારા-નરસા અનુભવનું ભાથું બાંધીને એકાદ મહિના બાદ ઘરે પાછા ફરેલા આર્જવમાં અચાનક જ ઘણા બદલાવ આવવાના શરૂ થયા. કદાચ અન્ય બાળકોની સરખામણીએ દુનિયાદારી ઝડપથી તેનામાં પ્રવેશી ગઈ હતી.
આવા આર્જવ જેવા અલગ અલગ કિસ્સાઓમાં ક્યારેક બહુ મોટા પરિવર્તન બાદ પણ વ્યક્તિત્વ બદલાવાનું તેમ જ ઓળખ મેળવવાનું ચાલુ થતું હોય છે.
ક્યારેક કોઈ સ્વજન ગુમાવવાથી તો ક્યારેક કાચી ઉંમરનો પ્રેમ તૂટવાથી, ક્યારેક માતા-પિતાના ડિવોર્સ તો ક્યારેક આ રીતે હોસ્ટેલમાં રહેવા જેવી કંઈક સામાન્ય કરતાં અલગ ઘટનાઓ જ્યારે જીવનમાં બને એ ક્ષણથી તરુણોમાં અચાનક જ ફેરફારો ઉદ્ભવવા લાગતા હોય છે.
પરંતુ આર્જવ સાથે જ ભણતી આર્ણવી માટે આવી કોઈ વાત યડ્ઢાહજ્ઞયિ કરવાની તક નહોતી. એના પેરન્ટ્સ આર્ણવીને લઈને સામાન્ય કરતાં વધુ ાજ્ઞિયિંભશિંદય રહેતા. એના એક એક પગલાને મુશ્કેલીથી દૂર રાખવા આકાશ-પાતાળ એક કરી દેતા અને પરિણામ એ આવ્યું કે વર્ષો જવા લાગ્યાં, પણ પોતે શું ઈચ્છે છે એ આર્ણવી ક્યારેય પણ નક્કી કરી શકી નહીં.
આર્ણવી જેવા તરુણો કે જે સતત વધુ પડતા પ્રોટેક્ટિવ પેરન્ટિંગ (ાજ્ઞિયિંભશિંદય ાફયિક્ષશિંક્ષલ)નો ભોગ બન્યા હોય તેઓને મુશ્કેલ પરિસ્થિતિઓમાં લડતાં બિલકુલ આવડતું હોતું નથી. આવા તરુણો એડલ્ટ થયા બાદ પણ પોતાની ઓળખ મેળવવાના વ્યર્થ પ્રયાસો કરતા રહે છે અથવા તો ક્યારેય મેળવવા માગતા જ નથી હોતા જેના પર પછી આવાં મહેણાં સાંભળવાં એ સામાન્ય બની જાય છે કે ‘આને કંઈ ગતાગમ પડે છે કે નહીં?’
હાલમાં જ કોવિડ-૧૯ના પેન્ડેમિકનો સામનો કરવાનો આવ્યો તેમાં જે પણ બાળકો તેની તરુણાવસ્થામાં પ્રવેશેલા તેઓ માટે પણ મોટો પડકાર આવીને ઊભો હતો. તેમાં સ્કૂલ, મિત્રો, નોર્મલ જિંદગી વગર કઈ રીતે તેઓ આગળ વધશે એ પ્રશ્ર્નો પર બહુ ઝાઝું ધ્યાન અપાયું નહોતું, પરંતુ કોવિડને માત આપી સુપેરે બહાર આવેલી એ પેઢીમાંથી ઘણા ખરા તરુણોની ઓળખ સાવ અલગ જ ઊભરી આવશે એ નક્કી, કારણ કે એ જીવનમાં જ અચાનક આવી ચડેલું પરિવર્તન હતું જેના માટેની તૈયારી ન હોતાં દરેકેદરેક તરુણ પોતાની સમજ મુજબ તેની સામે લડતાં શીખ્યા અને એ જ એની ઓળખ બનાવી ગયું.
પણ કોઈ તરુણ આ પ્રકારના શમયક્ષશિંિું ભશિતશત કે જ્ઞિહય ભજ્ઞક્ષરીતશક્ષલનો ભોગ બન્યો છે એ આપણને ખ્યાલ કેવી રીતે આવે? એના માટે તમારે તેનું રોજબરોજનું વર્તન ચકાસતા રહેવું પડે. જો તેઓ પોતાની જાત માટે ખોટા ખ્યાલમાં રાચતા હોય, જેમ કે હું એટલો હોશિયાર છું કે મને બધી જ ખબર પડે, મને બધું જ આવડે એ મતલબના એટિટ્યુડ દર્શાવતા હોય. જાહેરમાં કઈ રીતે વર્તન કરવું તેનું ભાન ન પડવું, જેમ કે મનફાવે એમ બોલી નાખવું અથવા તો મૂર્ખ લાગે એ હદે ચૂપ રહેવું. પોતાની દરેક બાબતોમાં બીજાના નિર્ણયો પર આધારિત રહેવું, ભણવામાં નબળું હોવું અથવા તો અન્યો કરતાં પાછળ રહેવું, બીજાની મસ્તી કરવી, આત્મવિશ્ર્વાસનો અભાવ, આળસ અને આરામમાં જીવવું, બહુ ઉદાસ, દુખી કે હતાશ રહેવું, મિત્રો ઓછા બનાવવા, ક્યારેક હિંસા કે મારામારી પર ઊતરી આવવું. આ બધાં કે આમાંથી અમુક લક્ષણો જો લાંબા સમય સુધી જોવા મળે તો આવા ટીનેજર પોતાની ઓળખથી અળગા છે એ સાબિત થાય છે. આ ઉપરાંત ખાસ કરીને તરુણીઓમાં થોડું ડ્રામેટિક બની જવું એ પણ મુખ્ય લક્ષણ છે. વાતે વાતે નાટકો કરવાં, ખોટું બોલવું, વાર્તાઓ ઊપજાવી કાઢવી આ બધું જો વારંવાર થવા લાગે તો ચોક્કસપણે તેનો ઉકેલ વહેલી તકે લઈ આવવો જરૂરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.