અમદાવાદમાં ચાલતું ફરતું હુક્કાબાર! મણીનગરના ગાર્ડનમાં કિશોરોની જાહેરમાં હુક્કા પાર્ટી

આપણું ગુજરાત

Ahmedabad: ગુજરાતમાં કિશોરો નવા નવા વ્યસનોને રવાડે ચડી રહ્યા છે. ગુજરાતમાં દારુબંધી હોવા છતાં દારૂનું ભરપુર વેચાણ થાય છે નવી વાત નથી. આ ઉપરાંત અવાર નવાર ગાંજો અને ડ્રગ્સ જેવા માદક દ્રવ્યો પકડાવાના કિસ્સાઓ બની રહ્યા છે. ગુજરાત સરકારે હુક્કાબાર પર પણ પ્રતિબંધ લડ્યો છે ત્યારે અમદાવાદના મણિનગર વિસ્તારમાં પબ્લિક ગાર્ડનમાં કેટલાક કિશોરવયના છોકરાઓ જાહેરમાં હુક્કાપાર્ટી કરતા હોય એવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ગાર્ડનમાં આવતી એક જાગૃત મહિલાએ વિડીયો ઉતારી લેતા આ ઘટના સામે આવી છે. પોલીસે આ અંગે તપાસ હાથધરી છે.

YouTube player

મળતી માહિતી પ્રમાણે આ વિડીયો અમદાવાદના પૂર્વ વિસ્તારના મણીનગર વિસ્તારના આવકાર હોલ પાસે આવેલા અમુલ ગાર્ડનનો છે. રવિવારની રજા હોવાથી મોટા પ્રમાણમાં લોકો ગાર્ડનમાં ફરવા આવ્યા હતા ત્યારે 15-16 વર્ષની ઉંમરના ચાર-પાંચ કિશોરો જાહેરમાં જ હુક્કાપાર્ટી કરતા જોવા મળ્યા હતા.
ગાર્ડનમાં બાળકો, વૃદ્ધો અને મહિલાઓ હોવા છતાં કિશોરો ખુલ્લેઆમ ધુમાડાના ગોટેગોટા ઉડાડતા જોવા મળ્યા હતા, જેની બાળકોના માનસ પર વિપરીત અસર પડી શકે છે. ગાર્ડનમાં હાજર વડીલોએ કિશોરોને ઠપકો આપ્યો હતો. ત્યારે કિશોરો ત્યાંથી જતા રહ્યા હતા. જોકે, ઠપકો આપવા છતાં આ કિશોરોમાં કોઈ પ્રકારના ગભરાટ કે સંકોચ દેખાયો ન હતો. વડીલોના ઠપકા છતાં તેઓ હુક્કો હાથમાં લઇ પીતા પીતા જ ત્યાંથી નીકળી ગયા હતા.
આ વિસ્તારમાં રહેતી અને દરરોજ ગાર્ડનમાં મોર્નિંગ વોક માટે આવતી એક મહિલાએ કિશોરોની આ હરકતનો વીડિયો ઉતારી લીધો હતો જે હાલ વાયરલ થતા તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે કે ગાર્ડનનો સિક્યોરીટી ગાર્ડ શુ કરી રહ્યો હતો? આ બનાવ અંગે ઇસનપુર પોલીસ સ્ટેશનના PI એ જણાવ્યું હતું કે પ્રકરણમાં તપાસ કરવામાં આવી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.