ટેક્નોલોજી – ઉર્વિશ પંડ્યા
જો તમારા પાર્ટનર કે સંતાન તમારી સાથે ચિટિંગ કરતા હોય અને એ તમારે જાણવું હોય તો યૂઝર્સ માટે ૨૦૨૨ની કેટલીક ટોપ એપની જાણકારી અહીં આપીએ છીએ, જે તમને મદદ કરી શકે છે.
ઘણા લોકો જાણવા માગતા હોય છે કે તેમનો બોયફ્રેન્ડ અથવા તેમની ગર્લફ્રેન્ડ ફોન પર કલાકો સુધી કોની સાથે વાત કરે છે. સાથે જ કેટલાક વાલીઓએ પણ પોતાનાં બાળકો પર આવી જ રીતે દેખરેખ રાખવી પડે છે. આજે અમે આવા યૂઝર્સ માટે ૨૦૨૨ની કેટલીક ટોપ એપની જાણકારી આપીએ છીએ, જે તમને એ કામમાં મદદ કરી શકે છે.
mSpy (એમસ્પાય)
આ એક ફોન ટ્રેકર છે જે તમને કોઈ વ્યક્તિ અથવા ખાસ કરીને તમારા બાળકના ફોનને મોનિટર કરવાની મંજૂરી આપે છે. તમે કોઈ પણ સમસ્યા વિના એના ફોનના મેસેજ જોઈ શકશો. આ એપ બેકગ્રાઉન્ડ મોડમાં કામ કરે છે. તમે જે ફોનનો ડેટા જોવા માગો છો, તેની એક્ટિવિટી દર પાંચ મિનિટે તમને મળશે. તે મલ્ટિલેન્ગવેજ સપોર્ટ કરે છે. આ એપથી તમે કોલ-મેસેજ, સોશિયલ મીડિયા, લોકેશન, ઇન્ટરનેટ જેવી વસ્તુઓ ટ્રેક કરી શકો છો. તે એન્ડ્રોઇડ, આઇફોન અને આઇપેડ તમામમાં સપોર્ટ કરે છે.
Clevgaurd (ક્લૅવગાર્ડ)
આ એક ફોન મોનિટરિંગ સર્વિસ છે. આ એપ દ્વારા તમે તમારા બાળકની દરેક પ્રવૃત્તિ પર નજર રાખી શકો છો. આ એપ એન્ડ્રોઇડ, આઇઓએસ, વિન્ડોઝને સપોર્ટ કરે છે. તેના દ્વારા તમે જીપીએસ અને વાઇ-ફાઇ લોકેશન પણ ટ્રેક કરી શકો છો. તમે સ્ક્રીનશોટ રિમોટલી લઈ શકો છો. તમે ફોન કોલને રેકોર્ડ પણ કરી શકો છો. આ એપ ઘણી ભાષાઓને સપોર્ટ કરે છે. આ એપ દ્વારા તમે કોલ-મેસેજ, સોશિયલ મીડિયા, લોકેશન, ઇન્ટરનેટ વગેરે જેવી પ્રવૃત્તિઓને ટ્રેક કરી શકશો.
eyeZy(આઇઝી)
આ એકદમ સારી ફોન મોનિટરિંગ એપ્લિકેશન પણ છે. તે ખાસ કરીને માતાપિતા માટે બનાવવામાં આવી છે. આ એપ એન્ડ્રોઇડ, આઇફોન અને આઇપેડને સપોર્ટ કરે છે. તે તમને ટાર્ગેટ ફોનના ફોટા, વિડિઓઝ અને એપ્લિકેશનોને ટ્રેક કરવાની સુવિધા આપે છે. તે એન્ડ્રોઇડ, આઇફોન અને આઇપેડ સાથે સુસંગત છે. આ એપ દ્વારા તમે તમારા પાર્ટનરને એવી ઇવેન્ટમાં જતા રોકી શકો છો, જેને તમે એપ્રૂવ નથી કરતા. તમે તે વેબસાઇટ્સને પણ નિયંત્રિત કરી શકો છો કે જેને ટાર્ગેટ ફોન જોઇ રહ્યો છે. આ એપમાં પણ તમે કોલ-મેસેજ, સોશિયલ મીડિયા, લોકેશન, ઈન્ટરનેટ જેવી એક્ટિવિટીને ટ્રેક કરી શકશો.
FlexiSPY (ફ્લેક્સિસ્પાઇ)
આનો ઉપયોગ કમ્પ્યુટર, મોબાઇલ ફોન અને ટેબ્લેટ્સ સાથે કરી શકાય છે. તે એન્ડ્રોઇડ અને આઇઓએસ પર કામ કરે છે. તે આઇપેડ અને પીસીને પણ સપોર્ટ કરે છે. આ એપ પેરેન્ટલ કંટ્રોલ સોફ્ટવેર સાથે જ આવે છે. તે દરેક ઓનલાઇન પ્રવૃત્તિને ટ્રેકિંગ કરવાની સુવિધા આપે છે. તે હિડન મોડમાં કામ કરે છે. તેના દ્વારા તમે કોલ-મેસેજ, સોશિયલ મીડિયા, લોકેશન, ઈન્ટરનેટ વગેરે જેવી ગતિવિધિઓને ટ્રેક કરી શકશો.
ીળજ્ઞબશડ્ઢ (યુમોબિક્સ)
આ એક મોબાઇલ એપ્લિકેશન છે, જેની સાથે તમે આઇઓએસ અને એન્ડ્રોઇડ યુઝર્સની દરેક પ્રવૃત્તિને ટ્રેક કરી શકો છો. આ સાથે તમે ફોન કોલ, એસએમએસ, જીપીએસ લોકેશન, વેબ હિસ્ટ્રી, સોશિયલ મીડિયા જેવી એક્ટિવિટીને ટ્રેક કરી શકો છો. તે એન્ડ્રોઇડ અને આઇઓએસ પર કામ કરે છે. તેનાથી તમે ફોન કોલ્સને ટ્રેક કરી શકશો. સાથે જ તમે ટેક્સ્ટ મેસેજ પર પણ નજર રાખી શકો છો. આમાં જીપીએસ ટ્રેકર પણ છે. તેના દ્વારા તમે લોકેશન, ઇન્ટરનેટ, કોલ-મેસેજ, સોશિયલ મીડિયા જેવી એક્ટિવિટીને ટ્રેક કરી શકશો.