ભારત અને શ્રી લંકા વચ્ચે વાનખેડે ખતે સૌથી પહેલી ટવેન્ટી-20 સિરીઝ મેચ રમાઈ હતી. શ્રી લંકાની ટીમે ટોસ જીતીને પહેલી બોલિંગ લીધી હતી, જેમાં 20 ઓવરમાં પાંચ વિકેટે ભારતે 162 રન બનાવ્યા હતા.વાનખેડે ખાતેની
રોમાંચક મેચમાં ભારતીય ટીમે આપેલા 163 રનના ટાર્ગેટ સામે શ્રી લંકાની ટીમે 20 ઓવરમાં 10 વિકેટના નુકશાને160 રન બનાવ્યા હતા. 20 ઓવરના અંતે શ્રીલંકાની આખી ટીમ ઓલઆઉટ થવાથી ભારતનો આ વર્ષનો પહેલો બે રને ભવ્ય વિજય થયો હતો.
પહેલી મેચમાં સંજુ સેમસનને તક આપવામાં આવી હતી, પરંતુ પાંચ રને આઉટ થવાથી ટીમ ઈન્ડિયાને નિરાશા મળી હતી. શરુઆત ખરાબ થઈ હતી, પરંતુ અક્ષર પટેલ અને દીપક હુડ્ડા વચ્ચેની શાનદાર ભાગીદારીના કારણે ભારતીય ટીમે પાંચ વિકેટે 162 રન બનાવ્યા હતા. દીપક હુડ્ડાએ સૌથી વધુ 41 રન (23 બોલ) બનાવ્યા હતા. સૌથી વધુ રનમાં 37 રન ઈશાન કિશન, 31 રન અક્ષર પટેલ અને 29 રન હાર્દિક પંડ્યાએ બનાવ્યા હતા. કાસૂન રાજીથા સિવાય શ્રીલંકાના તમામ બોલરોને એક-એક વિકેટ મળી હતી. આ મેચમાં શ્રીલંકાના સુકાની દાશુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટે 162 રન બનાવ્યા હતા.