Teachers Day પર આ શાળા વિશે જાણો જ્યાં ક્યારેય રજા હોતી નથી, 365 દિવસ બાળકો અભ્યાસ કરે છે

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

આજે સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. કોઈપણ બાળકના ભવિષ્યને ઘડવાનું કામ શિક્ષક કરે છે. શિક્ષક દિન નિમિત્તે મહારાષ્ટ્રની એક એવી શાળા વિશે જાણકારી મળી છે કે જ્યાં ક્યારેય રજા હોતી નથી. આ શાળાએ અઠવાડિયાના સાતેય દિવસ તમામ વિદ્યાર્થીઓ માટે તેના દરવાજા ખુલ્લા રાખ્યા છે. આ શાળા એક નાનકડું ગામ કર્દેલવાડીમાં આવેલી છે. આ ગામ મહારાષ્ટ્રના પુણે શહેરથી લગભગ 60 કિમી પૂર્વમાં આવેલું છે. આ ગામમાં એક અનોખી શાળા છે. આ શાળાની વિશેષતા એ છે કે આ શાળા અઠવાડિયાના સાતેય દિવસ ખુલ્લી રહે છે. અહીં બે દાયકાથી એક પણ દિવસ રજા આપવામાં આવી નથી.
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) ના નિષ્ણાતોએ આ વર્ષે બે વાર ગામની મુલાકાત લીધી છે. આ દરમિયાન તેણે ગામમાં લાંબો સમય વિતાવ્યો. ખરેખર, તેમનો હેતુ એ સમજવાનો હતો કે આ શાળા વર્ષમાં 365 દિવસ કેવી રીતે કામ કરે છે. શાળાનું સંચાલન દત્તાત્રેય અને બેબીનંદ સાકટ દંપતી દ્વારા કરવામાં આવે છે. બંને જિલ્લા પરિષદના શિક્ષકો છે. આ બંને લોકોની 2001માં અહીં નિમણૂક કરવામાં આવી હતી. છેલ્લા 20 વર્ષોમાં, શાળાએ ક્યારેય એક દિવસ માટે પણ વિદ્યાર્થીઓ માટે તેના દરવાજા બંધ કર્યા નથી.
સાકટ દંપતીએ શાળામાં નિમણૂક બાદ ક્યારેય રજા લીધી નથી. તેમણે કોઇ લગ્ન સમારંભમાં પણ ભાગ લીધો નથી અને અનેક વાર લોકોના અંતિમ સંસ્કારમાં પણ ભાગ લીધો નથી. તેમનો હેતુ શાળાને ક્યારેય બંધ નહીં રાખવાનો છે. સાકટ દંપતીના આ પ્રયાસોને ધ્યાનમાં રાખીને તેમને ઘણા સન્માનોથી નવાજવામાં આવ્યા છે. આ દંપતીને જિલ્લા પરિષદ, જિલ્લા, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઘણા એવોર્ડ આપવામાં આવ્યા હતા. બેબીનંદને રાષ્ટ્રપતિ તરફથી રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.
અમે જ્યારે અહીં આવ્યા ત્યારે આ શાળા ચાર ઓરડાવાળી એક માળની ઇમારત હતી. શાળાનું વાતાવરણ એકદમ નિર્જીવ લાગતું હતું. અમે બાળકોને બાગકામ, માટીમાંથી રમકડા બનાવવા , ભીંત પર ચિત્રો દોરવા વગેરે કામ માટે બાળકોને પ્રોત્સાહિત કર્યા. બાળકો ખુશી ખુશી શાળામાં આવવા લાગ્યા અને શાળાનું વાતાવરણ અત્યંત જીવંત બની ગયું. તેમણે શાળાનો દેખાવ પણ સુધાર્યો. બાળકોની રસ અને રૂચિ જોઇને તેમણે શાળાને અઠવાડિયાના સાતેય દિવસ ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.