વિદ્યાર્થીઓથી છલોછલ ક્લાસરૂમ જોઈને શિક્ષકોની છાતી ગજગજ ફૂલી જાય અને તેઓ ઉત્સાહથી આ વિદ્યાર્થીઓને પોતાની પાસે રહેલું જ્ઞાનભાથું પીરસે. પણ ક્યારેય એવું વિચાર્યું છે કે જો ક્લાસરૂમમાં એક પણ વિદ્યાર્થી જ ના આવે તો? તમારું આ તો એક શિક્ષકની હકીકત બન્યું હતું. વિદ્યાર્થીઓની ગેરહાજરીથી દુઃખી થયેલાં આ શિક્ષકે વિદ્યાર્થીઓને જ મેલ કર્યો હતો.
Today, nobody showed up to my 8.15am class.
0 students of about 40. Sitting in the empty room, I email them, trying to disguise my hurt feelings.
2 mins later, I get a reply: “Professor, we think you might be in the wrong room.” So anyway off I go to live in a hole forever.
— Joseph Mullins (@josephmullins) February 14, 2023
પ્રોફેસર જોસેફ મુલિન્સે વિદ્યાર્થીઓને તેમની ગેરહાજરીથી દુઃખી થઈને મેલ કર્યો હતો. જ્યારે તેઓ ભણાવવા માટે ક્લાસરૂમમાં પહોંચ્યા ત્યારે એક પણ વિદ્યાર્થી ક્લાસરૂમમાં હાજર નહોતો. આ ઘટનાથી વ્યથિત થયેલાં મુલિન્સે પોતાના વિદ્યાર્થીઓને ઈમેલ કરવાનું નક્કી કર્યું હતું. મુલિન્સે મેલ કર્યો, પણ આ મેલને એક વિદ્યાર્થી દ્વારા જે જવાબ આપવામાં આવ્યો એ જવાબ વધારે ઈન્ટરેસ્ટિંગ છે. આવો જોઈએ શું છે આખી ઘટના-દક્ષિણ ડકોટાના ઈકોનોમિક્સના પ્રોફેસર મુલિન્સે મેલમાં લખ્યું હતું કે આજે 8.15 કલાકે હું જ્યારે ક્લાસરૂમમાં ભણાવવા આવ્યો ત્યારે 40માંથી એક પણ વિદ્યાર્થી ક્લાસમાં હાજર નહોતો. આ જોઈને મને દુઃખ થયું. ખાલી ક્લાસરૂમમાં બેસીને મુલિન્સે તેમના વિદ્યાર્થીઓને મેલ કર્યો. પરંતુ મેલ મળ્યાના બે જ મિનિટમાં એક વિદ્યાર્થીનો રિપ્લાય આવ્યો અને આ રિપ્લાય આખી ઘટનામાં ગેમ ચેન્જર સાબિત થયો હતો. રિપ્લાયમાં વિદ્યાર્થીએ લખ્યું હતું કે પ્રોફેસર અમને લાગે છે કે તમે કદાચ ખોટા ક્લાસરૂમમાં જઈ ચડ્યા છો. પણ કંઈ વાંધો નહીં, હું હંમેશા જ ઓનલાઈન હોઉં છું.
અત્યાર સુધી મુલિન્સની આ પોસ્ટ પર 41.3 લાખ લોકોએ કમેન્ટ કરી છે અને 21 લાખ લોકો આ પોસ્ટ લાઈક કરી ચૂક્યા છે. આ ટ્વીટને પગલે અનેક શિક્ષકોએ તેમની સાથે બનેલી ઘટનાઓ કે અનુભવો શેર કર્યા છે.