Homeટોપ ન્યૂઝપ્રેમ માટે આ શિક્ષકે લિંગ પરિવર્તન કરાવ્યું!

પ્રેમ માટે આ શિક્ષકે લિંગ પરિવર્તન કરાવ્યું!

પ્રેમને કોઇ સીમાડા નથી હોતા એ વાત રાજસ્થાનના ભરતપુરના એક શિક્ષકે સાચી કરી બતાવી છે. ભરતપુરની એક શાળાની શિક્ષિકાએ પોતાની એક વિદ્યાર્થિની સાથે લગ્ન કરવા માટે સેક્સ ચેન્જ સર્જરી કરાવીને પોતાનું લિંગ બદલી નાખ્યું હતું.
નાગલાની સરકારી માધ્યમિક શાળામાં શારીરિક શિક્ષણ (પીટી)ની શિક્ષિકા મીરા એ જ શાળામાં ભણતી તેની વિદ્યાર્થીની કલ્પના સાથે પ્રેમમાં પડી ગઈ હતી. બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને લગ્ન કરવા માંગતા હતા, પરંતુ સમાન લિંગના કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. 2019માં, મીરાએ લિંગ-પરિવર્તન સર્જરી કરાવવાનો નિર્ણય લીધો અને ઘણી વખત નોંધણી કર્યા પછી તેણે સર્જરી કરાવી. લિંગ પરિવર્તન કરાવ્યા બાદ 4 નવેમ્બરે બંનેએ લગ્ન કરી લીધા હતા.
મીરાએ હવે પોતાનું નામ બદલી નાખ્યું છે. હવે એનું નામ આરવ કુંતલ છે. આરવ હંમેશા પોતાનું લિંગ બદલવા ઇચ્છતો હતો. આરવની વિદ્યાર્થિની કલ્પના કલ્પનાએ પણ કુંતલને પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો. તેણે કહ્યું હતું કે, “હું તેને શરૂઆતથી જ પ્રેમ કરતી હતી. જો તેણે આ સર્જરી ન કરાવી હોત તો પણ હું તેની સાથે લગ્ન કરી લેત. હું તેની સાથે સર્જરી માટે ગઇ હતી.


કલ્પના રાજ્ય કક્ષાની કબડ્ડી ખેલાડી છે અને તે આંતરરાષ્ટ્રીય કબડ્ડી ટુર્નામેન્ટ માટે જાન્યુઆરીમાં દુબઈ જઈ રહી છે. આરવને જ્યારે પૂછવામાં આવ્યું કે તે કલ્પના સાથે કેવી રીતે પ્રેમમાં પડ્યો ત્યારે આરવે જણાવ્યું હતું કે જ્યારે પણ રમતગમતના મેદાન પર અમે બંને સામસામે આવતા ત્યારે મને કલ્પના માટે પ્રેમની લાગણી થતી હતી. હું ભલે છોકરી તરીકે જનમ્યો પણ હું હંમેશા વિચારતો હતો કે હું એક છોકરો છું. હું હંમેશા મારું લિંગ બદલવા માટે સર્જરી કરાવવા ઈચ્છતો હતો.
આરવ અને કલ્પનાના લગ્ન બાદ બંનેના પરિવાર ખુશ છે.

RELATED ARTICLES

Most Popular