Homeદેશ વિદેશMLAની ગાડી રોકીને ચાયવાળાએ માગ્યા 30,000 રૂપિયા, કારણ જાણીને ચોંકી જશો

MLAની ગાડી રોકીને ચાયવાળાએ માગ્યા 30,000 રૂપિયા, કારણ જાણીને ચોંકી જશો

મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આડે માંડ 11 મહિનાનો સમય બાકી રહ્યો છે અને રાજકારણીઓએ તેમના મતવિસ્તારોનો પ્રવાસ શરૂ કરી દીધો છે. ચૂંટણીનું વર્ષ હોવાથી નીત નવાજૂની ના થાય તો જ નવાઇ.
આવો જ કંઇક વિચિત્ર બનાવ તાજેતરમાં બન્યો હતો. સિહોર- મધ્ય પ્રદેશમાં ભાજપના વિધાન સભ્ય કરણ સિંહ વર્માની ગાડી રોકીને એમની પાસેથી એક ચા વાળો તેના લેણા નીકળતા 30 હજાર રૂપિયા માગી રહેલો વીડિયો આવ્યો છે. ચાવાળાનો આરોપ છે કે 2018ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેણે કરણસિંહના સમર્થકોને ચા પીવડાવી હતી, જેના તેના 30 હજાર રૂપિયા લેણા નીકળે છે.
ભૂતપૂર્વ મહેસૂલ પ્રધાન અને ધારાસભ્ય કરણ સિંહ વર્મા જ્યારે તેમના મતવિસ્તારમાં પ્રવાસ પર હતા ત્યારે તેમને શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. તેમનો એક વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં જે સાંભળવા મળી રહ્યું છે તે કંઈક આ રીતે છે, “આ ધારાસભ્ય, ચાર વર્ષ થઈ ગયા, તે આ ગરીબની ચાના પૈસા નથી ચૂકવી રહ્યા. તેઓ ચૂંટણી પછી આવ્યા છે.” આના પર ધારાસભ્ય કરણ સિંહ વર્માએ કહ્યું કે કોણ પૈસા નથી આપી રહ્યું, યુવકે કહ્યું, તમે પૈસા નથી આપી રહ્યા. તેના પર ધારાસભ્ય કરણસિંહ વર્માએ કહ્યું કે મેં પૈસા આપ્યા હતા, તે કેટલા છે? તેના પર યુવકે કહ્યું સાહેબ 30 હજાર રૂપિયા છે. તમે કહ્યું હતું કે ચા બનાવો. તમને જે સમસ્યા આવશે એનું હું નિરાકરણ લાવીશ. ત્યાર બાદ ધારાસભ્ય કરણ સિંહ વર્માએ યુવકને કહ્યું કે મારા ઘરે આવીને લઇ જાવ.
ધારાસભ્ય કરણસિંહ વર્માની આ વાત સાંભળ્યા બાદ યુવકે કહ્યું કે હું તમારી પાસે ત્રણ-ચાર વખત આવ્યો છું, પરંતુ હજુ સુધી પૈસા મળ્યા નથી. કરણસિંહે ચાવાળાને ઘરે આવવા કહ્યું, જેના પર ચાવાળાએ તેમને કહ્યું કે, સાહેબ, હું સોમવારે જ આવી જઇશ.
આ મામલામાં પૂર્વ રેવન્યુ મિનિસ્ટર અને MLA કરણ સિંહ વર્માનું કહેવું છે કે યુવક તેમને બ્લેકમેલિંગ કરી રહ્યો છે. તેને બે વખત 30,000 રૂપિયાની રકમ આપવામાં આવી છે. એક દિવસ અગાઉ પણ તેને 30 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. વીડિયો કોણે બનાવ્યો તે ખબર નથી, બાકી આ આરોપ ખોટો છે, મેં કોઈને ચા પીવડાવવા કહ્યું નહોતું.

“>

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular