ડીઝલ પરની નિકાસ પરનો વિન્ડફોલ ટૅક્સ વધારાયો
નવી દિલ્હી: ડીઝલની નિકાસ પરનો વિન્ફોલ પ્રોફિટ ટૅક્સમાં અગાઉના પ્રતિલિટર રૂ. ૦.૫૦થી વધારીને એક રૂપિયો કર્યો છે, તો સ્થાનિક સ્તરે ઉત્પાદન કરવામાં ક્રૂડ ઑઈલ પરનો વેરો ઘટાડયો હોવાનું સત્તાવાર રીતે બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું હતું.
ઓએનજીસી જેવી કંપનીઓ દ્વારા ઉત્પાદન કરવામાં આવતા ક્રૂડ ઑઈલ પરના વેરો અગાઉના પ્રતિટન રૂ. ૪૪૦૦થી ઘટાડીને રૂ. ૩૫૦૦ કરવામાં આવ્યો હોવાનું ૨૦ માર્ચે બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું હતું.
સરકારે ડીઝલની નિકાસ પરનો વિન્ફોલ પ્રોફિટ ટૅક્ટ અગાઉના પ્રતિલિટર રૂ. ૦.૫૦થી વધારીને એક રૂપિયો કર્યો છે.
નવો દર ૨૧મી માર્ચથી અમલમાં આવ્યો છે.
જમીન તેમ જ દરિયામાંથી કાઢવામાં આવતાં ક્રૂડ આમજઈલને રિફાઈન કરીને પેટ્રોલ, ડીઝલ અને ઍવિયેશન ટર્બાઈન ફ્યૂઅલ (એટીએફ) જેવાં ઈંધણમાં પરિવર્તિત કરવામાં આવે છે.
અગાઉના બે અઠવાડિયાના દરને આધારે દર પખવાડિયે ટૅક્સના દરની સમીક્ષા કરવામાં આવે છે.
ભારતે ગયા વર્ષની પહેલી જુલાઈએ સૌપ્રથમવાર વિન્ડફોલ પ્રોફિટ ટૅક્સ લાગુ કર્યો હતો અને ઊર્જા કંપનીઓના સુપર નોર્મલ પ્રોફિટ ટૅક્સ લાગુ કરતા દેશની યાદીમાં જોડાયું હતું.
એક તબક્કે પેટ્રોલ તેમ જ એટીએફ નિકાસ પર પ્રતિલીટર રૂ. ૬ અને ડીઝલની નિકાસ પર પ્રતિલીટર રૂ. ૧૩ નિકાસ વેરો વસૂલવામાં આવતો હતો.
સ્થાનિક સ્તરે ઉત્પાદન કરવામાં આવતા ક્રૂડ ઑઈલ પર પણ પ્રતિટન રૂ. ૨૩,૨૫૦નો વિન્ડફોલ પ્રોફિટ ટૅક્સ લાદવામાં આવ્યો હતો.
પ્રથમ જ સમીક્ષા બેઠકમાં પેટ્રોલ પરનો નિકાસ વેરો રદ કરવામાં આવ્યો હતો.
૪ માર્ચે યોજાયેલી સમીક્ષા બેઠકમાં એટીએફ પરનો નિકાસ વેરો પણ રદ કરવામાં આવ્યો હતો.
ગુજરાતના જામનગર ખાતે વિશ્ર્વનું સૌથી મોટું રિફાઈનરી કૉમ્પલેક્સ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીસ લિ. અને રૉસનેફ્ટનો ટેકો ધરાવતી નાયરા એનર્જી ઈંધણીની નિકાસ કરતા દેશના પ્રાથમિક નિકાસકર્તા છે. પ્રતિબેરલ મુકરર કરવામાં આવેલા ૭૫ ડૉલર કરતા વધુ કિંમતે કરવામાં આવતા ક્રૂડ ઑઈલના વેચાણ થકી થયેલા વિન્ડફોલ પ્રોફિટ ટૅક્સ પર સરકાર કરવેરો લાગુ કરે છે. (એજન્સી)