Dolo-650નું વેચાણ વધારવા માટે ડોક્ટરોને મળી હતી કરોડોની ગિફ્ટ, IT વિભાગે કર્યો ચોંકાવનારો ખુલાસો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કોરોનાકાળમાં વિક્રમી વેચાણ કરનારી દવા DOLO -650 બનાવતી કંપની માઇક્રો લેબ્સનું એક મોટું કૌભાંડ બહાર આવતા સરકાર ચોંકી ગઈ છે. ડોલો-650 બનાવતી કંપની માઈક્રો લેબ્સને આઈટી વિભાગે કરેલી તપાસ બાદ જાણવા મળ્યું હતું કે માઈક્રો લેબે કમાણી વધારવા માટે ડોક્ટર્સને ગિફ્ટ આપવાની પ્રથા શરૂ કરી હતી. અને ડોક્ટરોને અત્યાર સુધી 1000 કરોડ રૂપિયાની ભેટ આપી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

આઈટી વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, ડોલો બનાવનારી કંપનીએ પોતાના બિઝનેસને વિસ્તારવા માટે ખોટો માર્ગ અપનાવ્યો અને મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને હજારો કરોડ રૂપિયાની ભેટ વહેંચી. જ્યારે ડૉક્ટરોને આટલા રૂપિયા, મોંઘી ભેટસોગાદો મળે છે, ત્યારે તેઓ દેખીતી રીતે જ ડોલો-650 લખવાના જ છે.

પ્રાથમિક પુરાવાઓથી જાણવા મળ્યું છે કે કંપનીએ ‘સેલ્સ એન્ડ પ્રમોશન’ આઇટમ હેઠળ મેડિકલ પ્રોફેશનલ્સને ગિફ્ટ આપવા માટે નાણાં ખર્ચ્યા છે. તેમાં મુસાફરીનો ખર્ચ, ભેટસોગાદો વગેરેનો સમાવેશ થાય છે.

જ્યારે પહેલી વાર માઈક્રો લેબ્સમાં દરોડા પાડવામાં આવ્યા હતાં ત્યારે તપાસમાં જાણવા મળ્યું હતું કે કંપનીએ લગભગ 300 કરોડની ટેક્સ ચોરી કરી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન 1.20 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ રકમ અને 1.40 કરોડ રૂપિયાથી વધુના બિનહિસાબી સોના અને હીરાના દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.