બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ
વૃષભરાશિ સ્થિત કૃત્તિકા નક્ષત્રમાં જયારે વસંતસંપાતબિંદુ હતું ત્યારે મહાભારતનું યુદ્ધ થયું હતું. માટે જયારે આપણે કૃત્તિકા નક્ષત્રને જોઇએ ત્યારે આપણે મહાભારતનું યુદ્ધ યાદ કરવું જોઇએ, કૃષ્ણ, ભીષ્મ, કર્ણ, દ્રોણ, ભીમ, અર્જુન, વ્યાસમુનિ, માતા કુંતી, માતા ગાંધારી, દ્રૌપદી, દુર્યોધનને યાદ કરવા જોઇએ. લોકમાન્ય બાલ ગંગાધર તિલકે ‘ઓરાયન’ નામનો ગ્રંથ આજથી ૧૦૦ વર્ષ પહેલા લખ્યો છે જેમાં તેમણે સાબિત કર્યું છે કે મહાભારતનું યુદ્ધ ૫૦૦૦ વર્ષ પહેલાં થયું હતું અને વેદો લગભગ ૬૫૦૦ વર્ષ પહેલાં લખાયા હોવા જોઇએ. તિલકના આ ગ્રંથ ઓરાયનનું અર્વાચીન અવતાર (મોડર્ન વર્ઝન) આ લેખના લેખકે લખ્યો છે. જેની પ્રસ્તાવના વિશ્ર્વ વિખ્યાત ખગોળવિજ્ઞાની પ્રોફેસર જયંત નારલીકરે લખી છે.
વૃષભ રાશિ સ્થિત કૃત્તિકાના સાત તારા દૂરબીનમાં જોતાં ૪૦૦ બાળતારા જાણે કે દ્રાક્ષનુંં ઝુમખું હોય તેવા દેખાય છે. આ દૃશ્ય ઘણું સુંદર છે. આકાશ સાથે આપણા ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ જડાયેલા છે. આકાશ આ ત્રણેય કાળને સાચવીને બેઠું છે, તેનાં પડળો ખોલતાં આવડવા જોઇએ. જેમ ડુંગળીનું એક પડળ ખોલો તો તેની નીચે તેનું બીજું પડળ દેખાય અને આમને આમ ચાલ્યા કરે. એક લેખકે લખ્યું છે કે જન્મી ત્યારથી ડુંગળીએ તેને ગોળાકાર બદલ્યો નથી. ટમેટા પણ ડુંગળી પ્રકારના જ ગણાય. લાડુ એનું વધારે એક ઉદાહરણ છે. ગ્રહો કોઇવાર થોડા લંબગોળ હોય છે, તેમ છતાં તે જ પ્રકારનાં ગણાય. આકાશ બ્રહ્માંડના જન્મને પણ સાચવી બેઠું છે. જેને વિજ્ઞાનીઓ કે પ્રાચીન ભારતીય મુનિઓ બીગ બેંગ, વિશ્ર્વ સૃષ્ટિનો જન્મ કહે છે.
વૃષભના પશ્ર્ચિમ શિંગડાની નજીક દૂરબીનમાંથી એક નિહારીકા (નેબ્યુલા ગયબીહફ) દેખાય છે તે જાણે વેરણ-છેરણ થયેલું વાદળું હોય તેવી દેખાય છે. તેનો આકાર કરચલા (ખેખડા) જેવો હોવાથી તેને કર્કનિહારિકા (ક્રેબ નેબ્યુલા ઈફિબ ગયબીહફ) કહે છે. આકાશમાં કર્ક રાશિ પણ છે જે મિથુન રાશિ અને સિંહ રાશિની વચ્ચે છે. કર્ક રાશિ એક રાશિ છે અને કર્ક નિહારિકા એક વિશાળ વાયુનું વાદળ છે. તે હકીકતમાં એક જબ્બર વિશાળ તારાનું મૃત શરીર છે. આ તારો આપણા સૂર્ય કરતાં બે ચાર વધુ વજનનો વિશાળ તારો હતો. તેમાં જ્યારે તેના કેન્દ્રમાં આણ્વિક ઇંધણ ખતમ થયું ત્યારે તેમાં જબ્બર વિસ્ફોટ થયો અને તારો ફાટી પડ્યો, વેરણ-છેરણ થઇ ગયો છે. એ જ આ કર્કનિહારિકા, તેને વિજ્ઞાનીઓ સુપરનોઆ એક્સપ્લોઝન કહે છે.
તારા વિશાળ અતિવિશાળ વાયુના ગોળા છે. તેમાં મુખ્યત્વે હાઇડ્રોજનવાયુ હોય છે. તારામાં પ્રચંડ વાયુનું દબાણ હોય છે, પૃથ્વી પર જે વાયુનું આપણા શરીર પર દબાણ હોય છે તેના કરતાં દસ-વીસ અબજ ગણું વધારે વાયુનું દબાણ હોય છે અને આવા તારાના કેન્દ્રમાં બે -ચાર – છ કરોડ અંશ સેલ્સિઅસ ઉષ્ણતામાન હોય છે. આવી ભંયકર પરિસ્થિતિમાં ચાર હાઇડ્રો વાયુના અણુઓ નાભિઓ જે ધનવિદ્યુત ભારવાહક હોય છે તે મળીને હિલીયમ વાયુની નાભિ બનાવે છે અને આ ક્રિયામાં આઇન્સ્ટાઇનના નિયમ ઊ=ળભ૨ પ્રમાણે ઊર્જા ઉત્પન્ન થાય છે. જેને વિજ્ઞાનીઓ થર્મોન્યુક્લિઅર રીએકશન અથવા તો ફ્યુઝન રીએકશન કહે છે. અણુરીએકટરની ક્ધટ્રોલ પરિસ્થિતિમાં અણુનું વિભાજન થાય છે જેને ફિસન રિએક્શન કહે છે.
કાળે કરી દર્શક અબજ વર્ષ પછી તારાની અંદરનો હાઇડ્રોજન વાયુ ખલાસ થવા આવે છે તેથી તેનું કેન્દ્રીય રિએકશન નબળું પડે છે, આણ્વિક બળો જે તારાની બહારની બાજુએ લાગે છે તે નબળા પડે છે. તેથી તેના કેન્દ્ર તરફ તારાનો ઉપરનો જબ્બર પદાર્થ કેન્દ્રમાં ધસી પડે છે. ૧૪ લાખ કિ. મી. તારાનો વ્યાસ ૧૪૦૦૦ કિ.મી.નો થઇ જાય છે. આ કારણે પ્રકાશ અને ઊર્જા બહાર આવતી બંધ થઇ જાય છે.
તારાની આવી શાંત થવાની સ્થિતિને વ્હાઇટ ડયોર્ફ સ્ટાર (સફેદ વામન) તારો કહે છે. સૂર્ય જેવા તારા આ સ્વરૂપે મૃત્યુ પામે છે. જયારે તારામાં આવું ગુરુત્વીય પતન થાય છે. ત્યારે એટમનું બંધારણ તૂટી પડે છે. અને અણુમાંથી બહાર નીકળેલા ઇલેકટ્રોન તારના ઘનવિદ્યુત ભારવાળા કેન્દ્રની ફરતે કવચ બનાવે છે જે ભૌતિકશાસ્ત્રીય પૌલીના સિદ્ધાંત પ્રમાણે તારાનું ભંગાણ રોકે છે.
પણ જયારે તારો સૂર્ય કરતાં વજનમાં અને કદમાં મોટો હોય છે ત્યારે તેમાં જે ગુરુત્વીય પતન થાય છે તેને ઇલેકટ્રોન્સનું કવચ પૌલીના નિયમ પ્રમાણે પણ તારાનાં ભંગાણને રોકી શકતું નથી. બધાં જ ઇલેકટ્રોન્સ કેન્દ્ર તરફ ઘસડાઇ કેન્દ્રમાં રહેલા પોઝીટ્રોન સાથે અથડાઇને ન્યુટ્રોન બનાવે છે. તારાના આવા મૃત્યુને ન્યુટ્રોન સ્ટોર કહે છે. ન્યુટ્રોનને વિદ્યુત ભાર હોતો નથી. કારણ કે ઋણ વિદ્યુત ભારવાહી ઇલેકટ્રોન્સ, ઘન વિદ્યુત ભારવાહી પ્રોઝીટ્રોન્સ સાથે મળી એકબીજાના વિરોધી વિદ્યુત ભારનો નાશ કરી ન્યુટ્રોન બનાવે છે. આ ક્રિયામાં ૨૦ લાખ કિ. મી.ના વ્યાસવાળો તારો માત્ર ૨૦ કિ. મી. માં લપેટાઇ જાય છે તે જ ન્યુટ્રોન સ્ટાર.
કર્ક નિહારિકાના કેન્દ્રમાં આવો ન્યુટ્રોન સ્ટાર બનેલો છે. તે તારાના મહાવિસ્ફોટનું સર્જન છે.
સૂર્ય જેવો તારો જયારે તેમાં આણ્વિક ઇંધણ ખૂટે ત્યારે વામન તારો કેવી રીતે બને છે. તેની સમજણ આપણા સુબ્રમણ્યમ ચંદ્રશેખરે ૧૯૩૩માં આપી હતી. અને એ શોધ માટે તેમને ૧૯૮૩માં પચાસ વર્ષ પછી નોબલ પ્રાઇઝ મળ્યું હતું. સૂર્ય કરતાં વધારે વજનના ન્યુટ્રોનસ્ટાર કેવી રીતે બને તેની સમજણ આપણને અમેરિકી ખગોળવિદ્ રોબર્ટ ઓપન હાઇપર અને તેના વિદ્યાર્થીઓ વૉલ્ફોફ અને સ્નાઇડરે ૧૯૩૯ના વર્ષમાં આપી.
ચંદ્રશેખરના વામન તારામાંથી એક ચમચીભર દ્રવ્ય લઇએ તો તેનું વજન એક ટન થાય અને ઓપન હાઇપરના ન્યુટ્રોન તારામાંથી એક ચમચીભર દ્રવ્ય લઇએ તો તેનું વજન એક અબજ ટન થાય એટલું ન્યુટ્રોન તારામાં ખાંચી ખાંચીને દ્રવ્ય ભરાયેલું હોય છે.
૧૦૫૪ના વર્ષની ૪ જુલાઇએ ચીની ખગોળવિદ્ોએ વૃષભરાશિમાં કર્ક નિહારિકા રૂપે એક મોટા તારાના મહાવિસ્ફોટની નોંધ કરી હતી. હકીકતમાં તે ૬૦૦૦ વર્ષ પહેલાં થયો હતો. કારણ કે કર્ક નિહારિકા આપણાથી ૬૦૦૦ પ્રકાશ વર્ષ દૂર છે. એટલે કે ત્યાંથી પ્રકાશને આપણા સુધી પહોંચતા ૬૦૦૦ વર્ષ લાગે છે.
આ ન્યુટ્રોન તારો તેની ધરી પર એક સેક્ધડમાં ૩૩ વાર ફરી લે છે. તેના ધ્રુવ બિંદુઓમાંથી પ્રકાશના શેરડા નીકળે છે. જેને આપણે ઍરપોર્ટ પરની સર્ચલાઇટની જેમ મોટા દૂરબીનમાંથી જોઇ શકીએ છીએ.
ગ્રીક પૌરાણિક કથા પ્રમાણે જયુપિટર (ગુરુ) એ એક સુંદર પરીને જોઇ. તેનું નામ યુરોવા હતું. ગુરુ તો તેના પ્રેમમાં પડી ગયો, પણ તેને પામવી કેવી રીતે?
જયુપિટરે સુંદર અતિસુંદર આખલાનું રૂપ લીધું અને યુરોપાના ઘરના આંગણામાં જઇ બેસી ગયો. યુરોપા તેણીના ઘરની બહાર આવી તો તેણીએ આ સુંદર વૃષભને જોયો. તે તેનાથી લોભાઇ. તે આખલા પાસે ગઇ તેના શરીરે હાથ ફેરવવા લાગી. પછી તેણી ભૂલથી તેના પર સવાર થઇ ગઇ. વૃષભ પછી તેણીને લઇને ભાગ્યો અને તેનું અસલીરૂપ દર્શાવી તેની સાથે લગ્ન કર્યાં. જયુપિટરની નજીકના સુંદર અતિસુંદર ઉપગ્રહનું નામ તેથી યુરોપા પાડવામાં આવ્યું છે જે તેની પત્ની ગણાય છે.