તૌબા યે બંબઇ કી બારિશ!

ઉત્સવ

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ

મુંબઈનો વરસાદ ફક્ત કવિતાનો જ વિષય નથી હોતો! મુંબઈનો વરસાદ બ્રેકિંગ ન્યૂઝ અને ડરાવના ફોટોગ્રાફ્સનો પણ વિષય હોય છે! મુંબઈનો વરસાદ જાતજાતની વોર્નિંગ આપતી માહિતીઓથી ભરેલી એક ભયાનક ઘટના છે. જેમ કે એક બોરિંગ ખાડો છે, જે અખબારમાં દેખાય છે, ( આ વોર્નિંગ આપતી માહિતી છે.) મુંબઈના વરસાદમાં કોઈ કવિ બહાર નથી આવતો. કાળા ઘેરાયેલા વાદળો, વાદળોનો ગડગડાટ, વીજળીના ચમકારા, વરસાદનાં ટીપાં, આ બધું માણવાને બદલે કવિને એ જાણવાની ઉત્સુકતા હોય છે કે રસ્તાઓ ક્યાં ક્યાં બંધ છે અને ક્યાં ક્યાં કમર સુધી ઊંડા પાણી ભરાયા છે? મુંબઈનો વરસાદ, મુંબઈના લોકોમાં હિંમત જગાવે છે. લોકલ ટ્રેન બંધ હોવા છતાં, “ચાલો, ઘરે ચાલતા પહોંચી જવાશે, એમ વિચારીને લોકો પોતાના ઘર તરફ ચાલવા માંડે છે. કારણે એ લોકોને ખબર છે કે કાલે ઘરેથી પાછા ઓફિસ પણ આવવાનું છે! પુરુષો પેન્ટને ઊંચું ચઢાવી પાણીમાંથી પસાર થાય છે. તો ીઓ ઘરમાં આખો દિવસ ભોંય પર કપડું ફેરવે છે ને એને ડોલમાં નીચોવે રાખે છે. મુંબઈનો વરસાદ બસ અખબારમાં વાંચવાને લાયક હોય છે, મોજ માણવાને લાયક નહીં! મુંબઈનો વરસાદ મહાકવિ કાલિદાસની જેમ કોઈને મેઘદૂત લખવા માટે પ્રેરણા નથી આપતો કારણ કે મેઘદૂતમાં તો વિરહ પ્રસંગ લખવામાં આવ્યા છે એ વિરહ પ્રસંગ મુંબઈમાં પોસિબલ જ નથી. મુંબઈની ીઓ જાણે છે કે વરસાદના કારણે પુરુષો અંધેરીથી દાદર સ્ટેશનથી આગળ વધીને જઈ જ નહીં શકે. એ જ્યાં છે ત્યાંથી પાછા ફરવું એ જ એના નસીબમાં છે.
મુંબઈનો વરસાદ એટલે “એક મેટ્રોપોલિટન સિટીની પોલ ખૂલી જવી! મુંબઈ એક એવું મેટ્રોપોલિટન સિટી છે જેની પાસે બધું હોવા છતાં, આ શહેર વરસાદની સામે કેટલું લાચાર છે, સાવ અશક્ત છે! મકાનોની છત પહેલા જ વરસાદમાં ટપકવા લાગે છે, કુદરતની આ મજાક તો મકાનો સાથે બહુ જૂની છે.
અહીં પાણી એક કલાક વરસે પરંતુ છત આખી રાત!
મુંબઈમાં પાણી ખુલ્લા દરવાજામાંથી (મેઈન ગેટમાંથી) પ્રવેશ કરી સીધા ઘરના લોકોના પગ અને ઘૂંટણને સ્પર્શ કરવા આવે છે. મુંબઈમાં ઝૂંપડપટ્ટી ભલે પૈસાદાર, બિલ્ડરો અને ભ્રષ્ટ નેતાઓને માટે નફરતનો વિષય હોય, પરંતુ વરસાદમાં પાણી ઝૂંપડીઓમાં પૂરી સમાનતાથી ફેલાય છે. ઘરોમાં કમર સુધીના પાણી હોય છે તો પણ ીઓ એમના પરિવાર માટે ટેબલ પર ચઢીને જમવાનું બનાવે છે!
મુંબઈના વરસાદમાં અકસ્માતો થવા એક કોમન વાત છે. બધાં જ જાણે છે કે વરસાદ પડ્યો એટલે કોઈને કોઈ જૂનું મકાન તો નક્કી પડવાનું જ ! લોકો ચોક્ક્સ એ મકાન નીચે દબાઈ જશે ને દર વરસની જેમ મરી જશે, પછી એ મકાનના કાટમાળમાંથી લાશો બહાર કાઢવામાં આવશે. ભાઈ, વરસાદ છે તો આ બધું તો ચોક્ક્સ થશે જને? સરકારી અધિકારી આખું વર્ષ જૂના મકાનોની સામે એ વિશ્ર્વાસથી જોયા કરે છે કે આ વર્ષે વરસાદમાં આ મકાન પડી જાય. ભલેને અકસ્માત થાય, પરંતુ ભવિષ્યમાં અહીંયા એક હાઈરાઈઝ ઊંચું નવું બિલ્ડીંગ બનાવવાની તક ઊભી થશે. લોકો અકસ્માતોના સમાચાર વાંચતા રહે છે અને મકાનમાલિક અને બિલ્ડરોના પ્લાનિંગ સતત ચાલ્યા કરે છે.
મુંબઈનો વરસાદ બેરહેમ છે અને એ ક્ધસ્ટ્રક્શનના ધંધામાં જાણ્યે-અજાણ્યે બિલ્ડરોનો કોઇ પાર્ટનર હોય એમ મદદગાર બની જાય છે.
મુંબઈમાં વરસાદનો અર્થ એટલે ટ્રેનો બંધ થવી, મકાનો પડી જવા, રસ્તાઓ બંધ થવા, બસો- ટેક્સીઓ ચાલતી બંધ થવી, ટ્રાફિક જામ થવો, વાહનોની ગતિ ધીમી થઈ જવી, વિમાનો ઊડવાની માટે ના પાડવી… મકાન, ગલી, કોલોનીઓ, ઉપનગરોનું પાણીમાં ગરકાવ થવું, છત્રી અને રેઈનકોટનું હોવું સાવ નકામું સાબિત થવું.
એટલે જ મુંબઈનો વરસાદ ક્યારેય કવિતાનો વિષય નથી હોતો. એ હંમેશાં બ્રેકિંગ ન્યૂઝ જ હોય છે, માહિતીઓથી ભરપૂર છે, ભલભલાના ઈરાદાઓને ઊથલાવવાવાળો જાલિમ હોય છે. મુંબઈની ભાષામાં કહીએ તો મુંબઈનો વરસાદ એક “ધમાલ૨ છે અને ઉત્તર ભારતની ભાષામાં કહીએ તો એ એક “કમાલ છે!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.