મુંબઈઃ મુંબઈમાં યોજાયેલી 18મી ટાટા મુંબઈ મેરેથોનમાં હજારો લોકોએ ભાગ લીધો હતો અને કડકડતી ઠંડીમાં રજાના દિવસે દોડીને પુરવાર કરી આપ્યું હતું કે મુંબઈના સ્પિરીટનો કોઈ જવાબ જ નથી. કોરોના બાદ યોજાયેલી મેરેથોનમાં 55,000 જેટલા લોકોએ ભાગ લીધો હતો. વિગતવાર વાત કરીએ તો ફૂલ મેરેથોનમાં 8,260 પુરુષ અને 865 મહિલાઓએ ભાગ લીધો હતો જેમાંથી ઓન ગ્રાઉન્ડ 9,125 લોકો હાજર રહ્યા હતા. હાફ મેરેથોનમાં 10,883 પુરુષ અને 2,543 મહિલાઓએ ભાગ લીધો હતો જેમાંથી ઓન ગ્રાઉન્ડ 13,426 લોકો હાજર રહ્યા હતા. જ્યારે ઓપન 10Kમાં 3,810 પુરુષ અને 3,029 મહિલાઓએ ભાગ લીધો હતો જેમાંથી ઓન ગ્રાઉન્ડ 6,839 લોકો હાજર રહ્યા હતા. ડ્રીમ રનમાં 14,783 પુરુષ અને 8,521મહિલાઓએ ભાગ લીધો હતો જેમાંથી ઓન ગ્રાઉન્ડ 23,304 લોકો હાજર રહ્યા હતા. SCRમાં 752 પુરુષ અને 671 મહિલાઓએ ભાગ લીધો હતો જેમાંથી ઓન ગ્રાઉન્ડ 1,423 લોકો હાજર રહ્યા હતા. CWDમાં 778 પુરુષ અને 317 મહિલાઓએ ભાગ લીધો હતો જેમાંથી ઓન ગ્રાઉન્ડ 1,095 લોકો હાજર રહ્યા હતા. ટૂંકમાં બધી કેટેગરીનો સરવાળો કરીએ તો 39,266 પુરુષો અને 15,946 મહિલાઓએ મેરેથોનમાં ભાગ લીધો હતો. કુલ 55,212 મુંબઈગરાઓએ ટાટા મેરેથોનમાં ભાગ લીધો હતો
આવો જોઈએ કોણે મારી મેરેથોનમાં બાજી…
હાફ મેરેથોન (21 KM) ભારતીય પુરુષ વિજેતા
1. મુરલી ગાવિત (01.05.20)
2. અંકિત દેશવાલ (01.05.48)
3. દિપક કુંભાર (01.05.51)
ફૂલ મેરેથોન (42 KM) ભારતીય પુરુષ વિજેતા
1. ગોપી થોનક્કલ (02.16.41)
2. માન સિંહ (02.16.58)
3. કાલિદાસ હિરવે (02.19.54)
ફૂલ મેરેથોન (42 KM) Elite Group
1. હાયલે લેમી, ઈથોપિયા (02.07.32)
2. ફિલેમોન રોનો, કેનિયા (02.08.44)
3. હૈલુ ઝેવડુ, ઇથોપિયા (02.10.23)