આ મેરેથોનમાં એક પુરુષ વરરાજાના વેશમાં પહોંચ્યા હતા. આ પુરુષે મુંબઈ સમાચાર સાથે વાત કરી હતી. આ વ્યક્તિએ શરીર પર આગળની બાજુએ શાંતિ અને પાછળની બાજુએ અશાંતિવાળું કટઆઉટ ધારણ કર્યું હતું. તેમની આવી વેશભૂષા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે હું શાંતિનો વરરાજા બન્યો છું અને શાંતિ સાથે મેરેથોનમાં ભાગ લઈ રહ્યો છું.
દરેક માણસના જીવનમાં શાંતિ અને અશાંતિ બંને હોય છે. બંનેમાંથી તેમને શું જોઈએ એ તેમણે નક્કી કરવાનું હોય છે. મારા માટે શાંતિની પસંદગી કરી છે. તેમને જ્યારે નામ પૂછવામાં આવ્યું તો તેમણે તેમની અનોખી સ્ટાઈલમાં જ આ સવાલનો પણ જવાબ આપતા કહ્યું હતું કે નામ મેં ક્યાં રખા હૈ… હું કોણ છું એ મહત્ત્વનું નથી. હું જે મેસેજ આપવા માંગું છું એ લોકો સુધી પહોંચે એ મહત્ત્વનું છે. લોકોએ જીવનમાં પ્રેમ અને શાંતિથી રહેવું જોઈએ…