ટાટા ગ્રુપ દ્વારા હાલમાં મોટી જાહેરાત કરવામાં આવી છે. ટાટા ગ્રુપ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે વર્ષ 2024 સુધીમાં વિસ્તારા એર લાઈન્સ એર ઈન્ડિયા સાથે મર્જ થઈ થશે.
ટાટા ગ્રુપના આ એલાન બાદ માર્ચ 2024 સુધીમાં વિસ્તારા અને એર ઈન્ડીયા એક એરલાઈન્સ બની જશે.
હાલમાં ટાટા ગ્રુપ પાસે 4 એરલાઈન્સ છે જેમાં એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ, વિસ્તારા અને એરએશિયા સામેલ છે. ભૂતકાળમાં, ટાટા જૂથે એર ઇન્ડિયાને ખરીદી હતી. આ સિવાય ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઈન્સ લિમિટેડ મળીને ભારતમાં વિસ્તારા એરલાઈન્સનું સંચાલન કરે છે. આ એરલાઈનમાં સિંગાપોર એરલાઈન્સની 49 ટકા ભાગીદારી છે, જ્યારે ટાટા ગ્રુપની 51 ટકા ભાગીદારી છે. ટાટા ગ્રુપ એરએશિયા ઇન્ડિયાને એર ઇન્ડિયા એક્સપ્રેસમાં મર્જ કરવાની પણ વિચારણા કરી રહ્યું છે. આ મર્જરને કોમ્પિટિશન કમિશને મંજૂરી આપી છે.
એર ઇન્ડિયાના કાફલામાં 113 વિમાન, વિસ્તારાના કાફલામાં 54 વિમાન છે. એર ઇન્ડિયામાં બાસ બોઇંગ અને એરબસના 11 વેરિએન્ટ છે, જ્યારે વિસ્તારામાં માત્ર પાંચ વેરિએન્ટ છે. ભૂતકાળમાં ટાટા ગ્રૂપે એર ઇન્ડિયાના વિસ્તરણની યોજના જણાવી હતી. આ અંતર્ગત કાફલામાં ખૂબ જ જલ્દી 30 નવા વિમાનોનો ઉમેરો કરવામાં આવશે.