તસવીરની આરપાર-ભાટી એન.
અહમદાવાદ સિટીનું નામ જ ઈસ્લામિક છે, તો તેનાં મહંદઅંશે સ્થાપત્યો પણ ઈસ્લામિક હોવાનાં, તેના સાશન કર્તા પણ જેતે સમયાંતરે મુસ્લિમ હોવાના, તેમ છતાં અપ્રતિમ સૌંદર્યસભર કલાકૃતિનો બેમિસાલ ભવ્ય ભંડાર છે, સૂક્ષ્માતિસૂક્ષ્મ કલાનો અલભ્ય વારસો ઢબૂરીને ગરવી ભૌમકાનું પાટનગર અમદાવાદ પ્રવાસન સિટી હેરિટેઝસિટીનું બિરૂદ મળતું જાય છે.
અમદાવાદ કલાનગરી છે. તેની મસ્જિદો કલાત્મક છે. તેની જાળીઓ વિશ્ર્વ વિખ્યાત છે…! તો આ સિટીના પાધરમાં આવેલ ‘સરખેજ’ ગામમાં અતુલ્ય ‘સરખેજના રોજા’ ગુજરાતનું ઉત્તમોત્તમ નઝરાણું છે. ‘સરખેજના રોઝા’માં ઈસ્લામના સૂફી સંતની મજાર છે. જ્યાં રાજવી સંકુલ પણ છે…! અને સાર્વજનિક સવલતો કાબિલે તારીફ છે. તેના બાગ બગીચાનો નયનરમ્ય નઝારો છે. જાવામાં આછેરા પ્રકાશમાંથી ચળાઈને આવતા પ્રકાશમાં બનતી ડિઝાઈનિંગ બેનમૂન દીસે છે.
‘સરખેજના રોઝા’માં અમદાવાદના સુલતાના પરિવાર માટે સમર રિસોર્ટ સમાન લંબ ચોરસ તળાવમાં વરસાદ પાણીનો વિપુલ સંગ્રહ થઈ શકે છે. ઉતરે મુખ્ય દરગાહ સંકુલને અડીને તળાવ ફરતા પગથિયાની શ્રૃંખલા અલગભાત પાડે છે. તળાવ ફરતે ભિન્ન… ભિન્ન કલાકૃતિવાળા સ્થાપત્યો એક્સ્ટ્રા ઓર્ડિનરી લાગે છે.
તળાવની પાળે ઊભા રહીને નિરખતા ‘સરખેજના રોઝા’નો ભવ્યતાતિભવ્ય જાજરમાન નજારો નયનોમાં શીળી શીતળતાને ઉષ્મા ભર્યું અવલોકન અદ્ભૂત પ્રસન્નતા બક્ષે છે. કુદરતી આહ્લાદક વાતાવરણમાં કલાની પૂજા કરતા હોય કોઈ સૂફી સંતની ઈબાદત કરવાની મનોમન ઈચ્છા થઈ જાય.
મૂળમાં આ સંકુલ ૭૨ એકર વિસ્તારમાં ફેલાયેલું હતું, પણ સિટીના દબાણો થતા થોડું સાંકડુ જરૂર થયું છે. ને હવે તો ૩૪ એકરની જમીનમાં સંકોચાઈ ગયું છે…! તેમ છતાં તેની કળાત્મક મસ્જિદ નમાજ સ્થાન તેનો વિશાળ ચોગાન તેના હારબંધ સ્તંભો ગુંબજાકાર છત ક્રમિક વર્તળાકાર પથ્થરના ચણતરથી નિર્ધારિત ગુંબજને સરખેજના રોઝાનું ઐતિહાસિક મૂલ્યાંકન મહત્ત્વ સહતસવીર વૃતાંત કરવું છે.
‘સરખેજના રોઝા’ અમદાવાદનાના સૌથી આકર્ષક અને અનન્ય સ્થાપત્ય પરિસરોમાનું એક છે. સ્થાપત્યની દૃષ્ટિએ સરખેજ રોઝા આ પ્રદેશના તત્કાલીન મુસ્લિમ સ્થાપત્ય સંસ્કૃતિનું એક એવું ઉદાહરણ છે જેમાં પાર્શિયાની ઈસ્લામિક શૈલીની અસરો અને હિન્દુ તેમ જ જૈન લાક્ષણિકતાઓના સંયોજન મિશ્રિત ‘ઈન્ડો-સાર્સેનિક’ સ્થાપત્ય શૈલી આકાર પામી છે. હિન્દુ, જૈન તથા મુસ્લિમશૈલીના ખરા અર્થમાં સંમિશ્રણ સમાન ‘સરખેજ રોજા’ની આ સ્થાપત્ય શૈલી મુઘલકાળની પુરોગામી છે.
હિન્દુ કારીગરી અને બાંધકામ સંબંધી ભૂમિતિ તથા પ્રમાણમાપની ઈસ્લામિક સમજ સાથે સુયોગ્ય રીતે જાણે મઢી લેવામાં આવ્યું છે…! સરખેજનું આ રોઝા પરિસર સલ્તનત કાળના આગમન સમયે બંધાયું હતું.
આજે સરખેજ રોઝા અમદાવાદની દક્ષિણે-પશ્ર્ચિમે ૧૦ કિ.મી. દૂર સરખેજ મુખ્ય માર્ગ પાસે ગામમાં આવેલા છે. ભારત સરકારના મોટા અને વિશાળ ઈમારતોમાં સંકુલો સમાવિષ્ટ છે.
અમદાવાદની સ્થાપના ૧૪૪૦-૧૪૪૩ ઈ.સ.માં એહમદશાહના શાસનકાળ સમયે થયેલ તે વેળા સરખેજમાં મુખ્યત્વે વણકારો તેમ જ ગળી રંગનારા (રંગરેજો)ની વસ્તિ ધરાવતું ગામ હતું. સૂફી સંતને સુલતાન અહમદશાહના વીરો મુરશીદ તેમ જ માર્ગદર્શક શેખ અહમદ ‘ગંજબક્ષ’ પટ્ટુ કે
જેમણે પાછલી જિંદગી શહેરથી દૂર અલિપ્ત રહી સરખેજના શાંતપ્રિય વાતાવરણમાં વીતાવી તેમના નામ સાથે આ પરિસરનું નામ સંકળાયું, સંત પોતે ૧૧૧ વર્ષનું દીર્ધકાલિનજીવ્યા અને આજીવન આદરણીય રહ્યાં, ઈ.સ. ૧૪૪૫માં ફાની દુનિયાનથી પર્દો કર્યો ત્યારે શાસનકર્તા મોહમ્મદશાહે તેમના માનમાં મસ્જિદ તથા મઝાર બંધાવાનું ફરમાન કર્યું. આ બન્ને ઈમારતોનું બાંધકામ ઈ.સ. ૧૪૫૧માં તેના અનુગામી કૃત્બુદ્દીન અહમદશાહે શરૂ કરાવ્યું. ૧૫મી સદીના ઉતરાર્ધમાં સુલતાન મહમદ બેગડાએ વચ્ચોવચ કળાત્મક સરોવર ખોદાવી અનેક શામિયાણાઓ અને નાની ખાનગી મસ્જિદો બંધાવી. આ પરિસરને આખરી ઓપ આપ્યો. સરખેજ પછી રાજવી પરિવાર માટે વિશ્રાંતિ અને ધ્યાન ધરવાનું સ્થળ તથા ઉનાળામાં આરામગ્રહ બની ગયું હતું…! તેમણે સંતની મઝાર અને પોતાના પરિવાર માટે મઝારો બંધાવી જેમાં તેના પુત્ર મુઝફ્ફર બીજા અને તેની રાણી રાજાબાઈ દફન છે. ઈ.સ. ૧૫૮૪માં જ્યારે અકબરની ફોજે મુઝફ્ફર ત્રીજાને હરાવ્યો તે સમયે પરિસરમાં અનેકાનેક ઉમેરા થયા.