ગંગાની યશગાથા અને હરિનું દ્વાર: હરિદ્વાર

ઇન્ટરવલ

તસવીરની આરપાર-ભાટી એન.

ભારતની જયેષ્ઠ લોકમાતા અને સામર્થ્યવાન ગંગા નદીમાં સ્નાન કરવાથી બધા પાપ નષ્ટ પામે છે? અરે! મૃત્યુ વેળાના સમયે ગંગાજળનું આચમન કરવાથી મનુષ્યને મોક્ષને પામે છે. ભોળાનાથ શંકરે પોતાની જટામાં ઝીલેલી ‘ગંગા’ હિમાલયમાંથી નીકળી બરફ પીગળતા શીતળ પ્રવાહથી નિર્મિત થઈ ભારતની અવ્વલ નદી ગંગાના નિર્મળ નીરમાં સ્નાન કરવા અને પોતાના પૂર્વજોને મોક્ષ આપવા ગંગાજીમાં અસ્થિ વિસર્જન કરવા હજારો શ્રધ્ધાળુ આવે છે. સ્વર્ગની નદી ‘ગંગા’નો સ્પર્શ જો રાજકુમારોને ગંગાનો સ્પર્શ થાય તો મોરી મળે તે હેતુથી સગર રાજાના વંશજ દિલીપના પુત્ર ભગીરથે આ બીડું ઉપાડી કઠિન તપસ્યા કરતા ‘ગંગા’એ પ્રસન્ન થઈને ભગીરથને વચન આપતા ધરતી પર અવતરિત થયાને રાજકુમારોને સ્વર્ગ અપાવી મોક્ષનું ભગીરથ કાર્ય કર્યું જેથી હિન્દુ ધર્મમાં ગંગા નદીનો મહિમા અપરંપાર છે. ‘હરકી પૈરી’ઽ હરિદ્વારમાંથી નિર્મળ ગંગા ખળખળ વહે છે. તેના શ્ર્વેત આહ્લાદક પાણીમાં નાહવાનો લાહવો જેને મળે તેનો જાણે જનમારો સુધરી જાય છે. સંધ્યાકાળે હરિદ્વારમાં થતી ગંગામૈયાની અલૌકિક આરતીનો લાહવો લેવા તેનો અનુપમ નઝારો નિહાળવા સંધ્યા સમયે ગંગાના બન્ને કિનારે હજારો શ્રધ્ધાળુ મેળા જેમ
ભીડ જામે છે અને સંધ્યા આરતી થતા ગોલ્ડન રંગની વિશાળ જ્યોતનો પડછાયો ગંગા નદીમાં રેલાતા એકસ્ટ્રા ઓર્ડિનરી નઝારો ભાળવા મળે છે. શ્રધ્ધા-ભક્તિની ગંગા સરિતા વહે છે. ગંગાતર પર ‘ગંગા-લહેરી’નું ગીત ગુંજે છે. “તતસત્વાં દેવિ સુભગે ક્ષેમણે પુનરાગતા, યસ્યા પ્રભુદિતા ગંગે સર્વકામ સમૃધ્ધિનિ. આવી ગંગા નદીના દર્શન કરતા બધાના મનોરથ પૂર્ણ કરે છે. હરિદ્વારમાંથી પસાર થતી ગંગા નદીનો ઉત્કૃષ્ટ નઝારો નિહાળવા એકવાર હરિદ્વાર જજો. ‘નમામિ ગંગે તવ પાદ પંકજમ્’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.