કંથકોટના ઐતિહાસિક ‘પાળીયા’

ઇન્ટરવલ

તસવીરની આરપાર-ભાટી એન.

“ધડધીંગાણે, જેના માથા મસાણે એનો પાળિયો થઇને પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. પથ્થર પણ પાળિયો બનવામાં ગૌરવાન્વિત થતો હોય, અગાઉ નાના કે મોટા રજવાડાઓ પોતાનું રાજ ચલાવતા તે સમયે ધીંગાણા બહું જ થતા. ચડાઇ કરીને રાજ પર આવતા રાજની રક્ષા કાજે કે ગૌરક્ષા કે નારી રક્ષા કાજે લડીને પોતાના વહાલસોયા પ્રાણની આહુતિ બલીદાન આપનાર સુરવીરની ચીરકાળ સુધી યાદ અંક્તિ રાખવા કલાત્મક પાળિયા ગામને પાદર રાખવામાં આવે, તેને કેશરી સિંદુર લગાવે, તેની પૂજા-અર્ચના થાય તે જ દીપ પ્રગટાવે સંગાથે પાળિયામાં સંક્ષિપ્તમાં ઇતિહાસ ટંકાવે, આવા પાળિયા તો સૌરાષ્ટ્ર-કચ્છમાં અસંખ્ય છે. પણ કલાત્મક અદ્વિતીય અલૌકિક પાળિયા કચ્છનું પ્રાચીન ઐતિહાસિક સ્થળ: ‘કંથકોટનો કિલ્લો’ના વિશાળ દરવાજાના પ્રવેશદ્વારમાં પ્રવેશતા ક્રમશ: પાળીયા અસંખ્ય પોતાનો ઇતિહાસ અંક્તિ સાથે કચ્છના બેનમૂન શિલ્પકારોના ટાંકણામાંથી બારીક નકસીકામવાળ પાળીયા છે. તેમાં શૂરવીરતાના પ્રતીક સમાન ઘોડેશ્ર્વર હાથમાં તલવાર ભાલુ-ઢાલને કચ્છની પાઘડીને પહેરવેશમાં સુસજજ બહાદુર લડવૈયાના પાળીયા જેતે રાજનું ગૌરવ હોય છે, તેના પૂર્વ જો આસ્થા શ્રદ્ધાથી ભક્તિ કરે છે ને વાર તહેવાર જે તે શૂરવીરની વિરતાને બિરદાવે. એકચ્યુઅલી ‘કંથકોટનો કિલ્લો’ ઐતિહાસિક સ્થળ છે. આપ કચ્છના પ્રવાસે ગયા હો તો અચૂક કંથકોટના કલાત્મક પાળિયા જોજો તેની કામણગારી કલા આપને મનમોહક લાગશે. ‘કચ્છ-અચીંજા’.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.