શ્રીનગરના લાલ ચોકથી ભાજપની કારગિલ સુધી તિરંગા રેલી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

જમ્મુ-કાશ્મીરના લાલ ચોકમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ભાજપે કારગિલ વિજય દિવસ પર તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે આજે સોમવારે પક્ષના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં શ્રીનગરના ઘંટા ઘર લાલ ચોકથી તિરંગા રેલીને લીલી ઝંડી આપી હતી. આ તિરંગા રેલી આવતીકાલે મંગળવારે કારગીલ યુદ્ધ સ્મારક પહોંચશે જ્યાં કારગિલ યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

અગાઉ એવા અહેવાલો હતા કે ભાજપના વરિષ્ઠ નેતા સ્મૃતિ ઈરાની આ તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરશે પરંતુ પાર્ટીના કોઈ અન્ય કામમાં વ્યસ્ત હોવાને કારણે શ્રીનગરમાં હાજરી આપી શક્યા ન હતા. આ તિરંગા યાત્રામાં 700 થી વધુ મોટરસાયકલ સવારોએ ભાગ લીધો હતો. કારગિલ દિવસની પૂર્વ સંધ્યાએ કારગિલ વોર મેમોરિયલ ખાતે રેલીનું સમાપન થશે.
આ સમારોહને લઈને ઘંટા ઘર તરફ જતા તમામ રસ્તાઓ અગાઉથી સુરક્ષા દળો દ્વારા સીલ કરી દેવામાં આવ્યા હતા અને વહીવટીતંત્ર દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.
અગાઉ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ જમ્મુ અને કાશ્મીર પ્રશાસન પર ‘હર ઘર તિરંગા’ અભિયાન બાબતે ટીકા કરી હતી. તેમણે લોકોને રાષ્ટ્રધ્વજ ખરીદવા માટે “મજબૂર” કરાતા હોવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે દેશભક્તિ આપમેળે આવે છે અને તેને લાદી શકાય નહીં.
‘હર ઘર તિરંગા’ અભિયાન ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત 13 થી 15 ઓગસ્ટ દરમિયાન નાગરિકોને તેમના ઘરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.