યક્ષપુત્રી અને અપ્રતિમ સુંદરી તાટકા

ઇન્ટરવલ

તર્કથી અર્ક સુધી-જિજ્ઞેશ અધ્યારુ

યજ્ઞના રક્ષણ માટે શ્રીરામ અને લક્ષ્મણજીને મહારાજ દશરથને વિનંતી કરીને ઋષિ વિશ્ર્વામિત્ર અયોધ્યાથી પોતાની સાથે જઈ રહ્યા છે. એક હોડીમાં સવાર એ ત્રણેય માનસરોવરમાંથી નીકળતી સરયુ અને ગૌમુખથી આવતી ગંગાજીના પ્રવાહના મિલનસ્થળને પાર કરી કાંઠે ઊતરે છે. ત્યાં ઘોર નિર્જન વન હતું, બાજ પક્ષીઓ દારુણ અવાજ કરી રહ્યાં હતાં. એ વનમાં અનેક સિંહ, વાઘ, વરાહ અને હાથી પણ હતાં. વન સઘન અને ભયંકર હતું. શ્રીરામે એ વન વિશે પ્રશ્ર્ન કર્યો. વિશ્ર્વામિત્રજીએ જવાબમાં પૂર્વકાળમાં અહીં દેવલોક જેવા સુખી અને ધનધાન્યથી ભરપૂર મલદ અને કરૂપ નામના બે દેશ હતા એ કથા કહી. વૃત્રાસુરને મારીને જ્યારે દેવરાજ ઇન્દ્ર અપવિત્ર હતા, ભૂખ્યા, તરસ્યા હતા ત્યારે બ્રહ્મહત્યાએ તેમના શરીરમાં પ્રવેશ કર્યો.
દેવો અને ઋષિઓએ ઇન્દ્રની અપવિત્રતા દૂર કરવા પહેલાં તેમનો ગંગાજળથી અને પછી ઘડાઓમાં ભરેલા અભિમંત્રિત જળથી અભિષેક કર્યો. ઇન્દ્રની ક્ષુધા, તૃષા, અપવિત્રતા (મળ, રક્ત, કાદવ) અને બ્રહ્મહત્યા એમ બધું અહીં છૂટ્યું. ઇન્દ્ર અત્યંત પ્રસન્ન થયા. એ નિર્મળ, નિષ્પાપ અને પવિત્ર થયેલા ઇન્દ્રદેવે આ જગ્યાને વરદાન આપ્યું કે એમના શરીરના મળને ધારણ કરી એમને મુક્ત કરનાર આ સ્થાન ધનધાન્યથી પરિપૂર્ણ થશે અને ત્રણેય લોકોમાં મલદ અને કરૂપ નામે વિખ્યાત થશે. સાધુઓએ અને દેવતાઓએ ઇન્દ્રની આ વાતને વધાવી લીધી અને આ સ્થાન એમના આશીર્વાદ મુજબ ખૂબ વિકસ્યાં, સુખ અને ધનધાન્યથી પરિપૂર્ણ થઈ લાંબો સમય પ્રચલિત રહ્યાં.
સુકેતુ નામનો એક મહાબળવાન યક્ષ હતો જે યક્ષોનો અધિપતિ હતો. સદાચારી હોવા છતાં તેને કોઈ સંતાન ન હતું એટલે એણે બ્રહ્માજીને પ્રસન્ન કરવા કઠોર તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા અને એમણે સુકેતુને વરદાન માગવા કહ્યું. એણે પુત્રની ઇચ્છા પ્રગટ કરી, પણ બ્રહ્માજીએ તેને પુત્રીનું વરદાન આપ્યું. વાલ્મીકિજી બાલકાંડમાં લખે છે,
રૂર્બૈ ણળઉંલવષ્શ્ર્ન્રૂ ઢળફ્રૂધ્ટિ ટડળ હ્ધુટ્ર બળચઇંળ ણળપ ધર્ત્ૈ ટજ્ઞ ધળ્રૂળૃ લૂધ્ડશ્ર્ન્રૂ ઢપિર્ટીં॥ ૧-૨૪-૨૬
પળફખિળજ્ઞ ફળષર્લીં ક્ષૂઠ્ઠળજ્ઞ ્રૂશ્ર્ન્રૂર્ળીં યઇૃં઼ક્ષફળઇૃં઼ર્પીં મૈટરૂળવળ્પૃવળયરિળૃ રુમક્ષૂબળશ્ર્ન્રૂટણૂપૃવળણ્ર ॥૧-૨૪-૨૭
બ્રહ્માજીએ વરદાન આપતાં ગુણ વર્ણવતાં કહ્યું કે સુકેતુની એ પુત્રી દેવી સરસ્વતીની જેમ નિત્યયૌવના, મોર જેવી સુંદર, લક્ષ્મી જેવી સમતા કરનારી અને એક હજાર મત્ત હાથીઓના બળ ધરાવતી થશે. બ્રહ્માજીના આ વરદાને તેને એક અત્યંત સ્વરૂપવતી પુત્રી જન્મી જેનું નામ તાટકા રખાયું. યક્ષો સામાન્ય રીતે ખૂબ સુંદર હોય છે, તાટકા પણ અપ્રતિમ સુંદરી હતી. તાટકા યુવતી થતાં અત્યંત સુંદર અને યૌવનશાળી બની. પોતાની એ યશસ્વી પુત્રીને સુકેતુએ યક્ષોના અધિપતિ જમ્ભના પુત્ર સુંદ સાથે પરણાવી. સુંદ અને તાટકા દિવસ-રાત આનંદસાગરમાં વિહાર કરતાં, બંને ખૂબ સુખી હતાં. એમને પર્વત સમાન વિશાળ ભુજાધારી મારીચ અને મલ્લ યુદ્ધમાં નિપુણ સુબાહુ નામના બળવાન પુત્રો થયા અને પોતાનાં માતા-પિતા કરતાં પણ આ કળાઓમાં વધુ પ્રવીણ થયાં. (આ સુંદ એ દૈત્ય નિકુંભના પુત્રો સુંદ અને ઉપસુંદથી અલગ છે, અહીં સુંદ જમ્ભનો પુત્ર છે.)
સુંદ અત્યંત ક્રોધી હતો. આનંદનો અતિરેક થઈ જતાં ન કરવાનું કરી બેસીએ છીએ. એક વાર નશાની હાલતમાં સુંદ ઋષિ અગસ્ત્યના આશ્રમ પાસેનાં વૃક્ષોને મૂળમાંથી ઉખાડી ફેંકવા લાગ્યો, હરણોને મારીને ખાઈ ગયો અને આશ્રમ પર હુમલો કર્યો. ઋષિએ કોપદૃષ્ટિ વડે સુંદને બાળી નાખ્યો. ભગવાન અગસ્ત્ય પ્રત્યે ગુસ્સે ભરાઈ તાટકા પોતાના પુત્ર મારીચને લઈને ઋષિને ખાઈ જવા તેમની તરફ દોડી. (તમિલ કંબ રામાયણ અને અન્ય કેટલાક ગ્રંથો અનુસાર તાટકા, મારીચ અને સુબાહુ એમ ત્રણેય ઋષિ અગસ્ત્યને મારવા ધસી જાય છે.) એ યક્ષિણીને પોતાની તરફ આવતી જોઈ ભગવાન અગસ્ત્યએ મારિચને રાક્ષસ થઈ જવાનો શ્રાપ આપ્યો. પછી અગસ્ત્યજીએ તાટકાને પણ શ્રાપ આપ્યો કે તારું રૂપ જતું રહે, ચહેરો કુરૂપ, ભયાનક અને વિકરાળ થઈ જાય તથા તું માનવભક્ષી થઈ જા! આ શ્રાપથી તાટકા અત્યંત ગુસ્સે થઈ હતી, પણ એના નિવારણ અર્થે એ પાતાળલોકમાં રાક્ષસરાજ સુમાલિ પાસે પહોંચી. ત્રણેય પાતાળલોકમાં કેટલોક સમય છુપાઈ રહ્યાં. રાવણ લંકાનો રાજા બન્યો ત્યારે સુમાલીએ તેમને પોતાના પૌત્ર રાવણ પાસે મોકલી આપ્યાં.
રાવણે પોતાની શક્તિઓની મદદથી આ બંને દેશના વિનાશ અર્થે તેમને મદદ કરી. ઋષિ અગસ્ત્ય અહીં તપશ્ર્ચર્યા કરતા હતા એટલે તાટકાએ આ બંને દેશ ઉજાડી નાખ્યા. પહેલાં ધનધાન્ય અને લોકોથી ધમધમતો આ વિસ્તાર રાક્ષસોના પ્રકોપને લીધે નિર્જન થયો. કોઈ મનુષ્ય આ વનમાંથી જીવિત નીકળી શકતો નહીં. ઋષિઓના યજ્ઞોનો પણ આ રાક્ષસી ધ્વંસ કરતી, તેમાં રક્ત અને હાડકાં નાખી જતી. (ક્રમશ:)ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.