Homeઆમચી મુંબઈ'તારીખ પે તારીખ', શિવસેના કોની? સત્તા સંઘર્ષની સુનાવણી મુલતવી

‘તારીખ પે તારીખ’, શિવસેના કોની? સત્તા સંઘર્ષની સુનાવણી મુલતવી

શિંદે અને ઠાકરે જૂથના અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ નબામ રેબિયા વિ. વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર (2016)ના કેસની ચુકાદાની સમીક્ષાનો પ્રશ્ન આજે પણ મુલતવી રહ્યો હતો. હવે આ મામલે મંગળવારે સુનાવણી થશે. રાજ્યમાં છેલ્લા આઠ મહિનાથી ચાલી રહેલા સત્તા સંઘર્ષ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. ગઈકાલે સુનાવણી પૂર્ણ થઈ હતી. હવે શું નબામ રેબિયા વિ. વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર (2016)ના કેસની પુનર્વિચારણા માટે સાત જજની બંધારણીય બેંચ એટલે કે મોટી બેંચને આ મામલો મોકલવો કે કેમ? એ અંગે સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપવાની હતી. તેથી, આ પરિણામે માત્ર મહારાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું. શિંદે અને ઠાકરે જૂથના અસ્તિત્વનો નિર્ણય કોર્ટના ચુકાદા પર થનાર હોવાથી આ ચૂકાદો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટની પાંચ બંધારણીય બેન્ચે 2022ના મહારાષ્ટ્રની રાજકીય કટોકટી સંબંધિત નબામ રેબિયાના ચુકાદાની સમીક્ષાના પ્રશ્નને સાત જજની મોટી બેંચને મોકલ્યો ન હતો. ઉદ્ધવ ઠાકરે જૂથે નબામ રેબિયા વિ ડેપ્યુટી સ્પીકર મામલે સુપ્રીમ કોર્ટના 2016ના ચુકાદાની સમીક્ષા કરવા માટે મોટી બેંચની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે આદેશમાં જણાવ્યું હતું કે નબામ રેબિયાના ચુકાદાની સમીક્ષા કે મામગ મુખ્ય કેસની યોગ્યતાઓ પર સાંભળવામાં આવશે અને તેને સમીક્ષા માટે મોટી બેંચને મોકલવામાં આવશે નહીં. મંગળવારે પાંચ જજોની બેન્ચ સમક્ષ ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે. હકીકતમાં, 2016 માં, નબામ રેબિયા કેસમાં, 5 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે ચુકાદો આપ્યો હતો કે જો સ્પીકરની સામે ધારાસભ્યોને દૂર કરવાની દરખાસ્ત પેન્ડિંગ હોય તો સ્પીકર તેમને ગેરલાયક ઠેરવવા અંગે નિર્ણય લઈ શકતા નથી. હવે આ મામલાની આગામી સુનાવણી 21 ફેબ્રુઆરીના રોજ નક્કી કરવામાં આવી છે. ચુકાદા બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેંચ જ આ મામલે સુનાવણી કરશે. આ મામલે સુનાવણી પૂર્ણ થયા બાદ સુપ્રીમ કોર્ટે ગુરુવારે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. શિવસેનાના મજબૂત નેતા કહેવાતા એકનાથ શિંદેએ ગયા વર્ષે જૂન-જુલાઈમાં ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો હતો. આ પછી શિવસેનામાં બે જૂથ પડી ગયા હતા. એકનાથ શિંદે બે અઠવાડિયાના લાંબા રાજકીય સંઘર્ષ પછી ભાજપના સમર્થનથી મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન બન્યા હતા, જ્યારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્ય પ્રધાન બન્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular